Maharashtra Politics: ભાજપ સાથે 'દગો'? શિંદે અને રાજ ઠાકરે વચ્ચે રંધાઈ મોટી ખીચડી, ઉદ્ધવ જોતા રહ્યા
કલ્યાણ ડોમ્બિવલીમાં નવો વળાંક: શિંદે સેના અને મનસેના નગરસેવકો એકસાથે જોવા મળતા ગઠબંધનની અટકળો તેજ; મેયર પદ માટે શિંદે જૂથે ભાજપને બદલે 'મનસે' પર ભરોસો મુક્યો?

Maharashtra Politics News: મહારાષ્ટ્રના રાજકારણ (Maharashtra Politics) માં ફરી એકવાર મોટો ભૂકંપ આવવાની તૈયારીમાં છે. મહારાષ્ટ્રની મહત્વની ગણાતી કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન (KDMC) ની ચૂંટણી બાદ કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) એ પોતાના જૂના સાથી ભાજપ (BJP) અને હરીફ ઉદ્ધવ ઠાકરે જૂથને સાઈડલાઈન કરીને રાજ ઠાકરે (Raj Thackeray) ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે હાથ મિલાવવાની તૈયારી કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે.
શું છે આખો મામલો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર બનાવવા માટે શિંદે સેના અને મનસે વચ્ચે અંદરખાને મોટી 'ડીલ' થઈ છે. ભલે બંને પક્ષોએ સત્તાવાર રીતે ગઠબંધન (Alliance) ની જાહેરાત કરી નથી, પરંતુ બુધવાર, 21 January ના રોજ જે દ્રશ્યો સર્જાયા તે ઘણું કહી જાય છે. કોંકણ ડિવિઝનલ કમિશનરની ઓફિસમાં જૂથ નોંધણી માટે એકનાથ શિંદે જૂથના 53 નગરસેવકો અને મનસેના 5 નગરસેવકો એકસાથે પહોંચ્યા હતા. રાજકીય પંડિતો આ ઘટનાને માત્ર સંયોગ નહીં પરંતુ સત્તા માટેની સમજૂતી ગણાવી રહ્યા છે.
'મેજિક ફિગર'નું ગણિત અને ભાજપની બાદબાકી
કલ્યાણ ડોમ્બિવલીમાં મેયર પદ માટે 62 નગરસેવકોના સમર્થનની જરૂર છે. હાલના આંકડા જોઈએ તો:
શિંદે સેના: 53 નગરસેવકો
ભાજપ: 50 નગરસેવકો
મનસે: 5 નગરસેવકો (વત્તા 2 અન્ય શક્યતા)
અત્યાર સુધી એવું મનાતું હતું કે શિંદે સેના ભાજપ સાથે મળીને સત્તા સ્થાપશે. પરંતુ નવા સમીકરણો મુજબ, શિંદે જૂથ ભાજપને બદલે મનસે સાથે જઈ રહ્યું છે. સૂત્રોનો દાવો છે કે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના 2 નગરસેવકોને પણ તોડવાની તૈયારી છે. આ ઉપરાંત, મનસેમાં પાછા ફરેલા સભ્યોને ગણતા મનસેનું સંખ્યાબળ 7 સુધી પહોંચી શકે છે. આમ, 53 (શિંદે) + 7 (મનસે) + 2 (અન્ય) મળીને 62 નો જાદુઈ આંકડો પાર કરી શકાય છે.
વાઈરલ ફોટો અને શ્રીકાંત શિંદેનું નિવેદન
કમિશનર ઓફિસમાં શિંદે સેના અને મનસેના નેતાઓ શ્રીકાંત શિંદે, નરેશ મ્હસ્કે અને રાજુ પાટીલ વચ્ચેની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે સાંસદ શ્રીકાંત શિંદેએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, "મનસે અમને ટેકો આપી રહી છે. વિકાસના કામમાં જે પણ અમારી સાથે આવવા માંગશે, અમે તેમને સાથે રાખીશું." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે મહારાષ્ટ્રમાં હવે 'શિંદે-રાજ' યુતિનું નવું રાજકીય પ્રકરણ શરૂ થઈ શકે છે.






















