મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાનો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી એક મોત થયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. રત્નાગિરીમાં એક 80 વર્ષીય મહિલાનું તેના કારણે મોત થુયં છે. બીજી બાજુ મહા વિકાસ અઘાડી સરકારે શુક્રવારે સમગ્ર મહારાષ્ટ્રમાં લેવલ 3 માપદંડો લાગુ કરવાની સાથે જ કડક પ્રતિબંધો લગાવવાના સંકેત આપ્યા છે. એફડીએ મંત્રી ડો. રાજેન્દ્ર શિંગને ચેતવણી આપી કે સંભવિત ત્રીજી લહેરમાં 50 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે, જેમાંથી લગભગ 8 લાખ એક્ટિવ કેસ હશે, જેને હોસ્પિટલમાં ભરતી કરવાની જરૂરત પડશે.


તેમણે આશંકા વ્યક્ત કરી કે 10 ટકા સુધી સંક્રમિત (5 લાખ) બાળકો હોઈ શકે છે. તેમણે લોકોને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનો આગ્રહ કર્યો છે. રાજ્ય ત્રણ કરોડ રસીકરણા આંકડાને પાર કરી ગયું છે, જે ભારતમાં સૌથી વધારે છે. પરંતુ ત્રીજી લહેરની સંભાવનાની વચ્ચે રાજ્ય કોઈપણ બેદરકારી દાખવવા નથી માગતું.


હવે વધુ કડકાઈથી લાગુ થશે નિયમ


મહારાષ્ટ્રમાં અનલોક 3 માપદડ અંતર્ગત તમામ દુકાનો સાંજે 4 કલાક સુધી બંધ રહેશે. મોલ અને સિનેમાઘર બંધ રહેશે અને લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ હશે. સ્વાસ્તઅય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, કોવિડ સક્રમણના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને કારણે રત્નાગિરીની એક 80 વર્ષીય દર્દીનું મોત થયુ છે. હાલમાં રાજ્યમાં તેના લગભગ 21 કેસ છે. તેમાંતી રત્નાગિરીમાં સૌથી વધારે (9), ત્યાર બાદ જલગાંવ (7), મુંબઈ (2) અને ઠાણે, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લામાં એક કેસ સામે આવ્યો છે. આ જિલ્લાની સાથે જ રાજ્યના બાગીના ભાગમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે.


રાજ્યએ તમામ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અને ઉલ્લંઘનના કેસમાં ભારે દંડને લઈને ચેતવણી પણ આપી છે. ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે, આવનારા દિવસોમાં આરટી પીસીઆર ટેસ્ટની સંખ્યા પણ વધારવામાં આવશે. રસીકરણ અભિયાનને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે. ઓક્સીજન (એમલએમઓ)ની ઉત્પાદન ક્ષમતા હાલની 1300 ટનથી વધારીને 3000 ટન પ્રતિદિવસ કરવામાં આવશે. સરકારે તમામ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને એ સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે કે રાજ્યમાં રસીકરણ માટે વધુમાં વધુ લોકો આવે.