મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. અહીં કોરોના વાયરસથી વધુ ત્રણ લોકોનો ભોગ લીધો છે. આ સાથે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક વધીને 19 પર પહોંચી ગયો છે.


છેલ્લા 24 કલાકમાં 81 નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં સૌથી વધુ 416 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જ 57 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે તેની સાથે માત્ર મુંબઈમાં જ દર્દીઓની સંખ્યા વધીને 238 થઈ ગઈ છે. 42 લોકો રિકવર થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.


દેશમાં અત્યાર સુધીમાં 2300થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 50થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે સાંજે 4 વાગ્યે પ્રેસ ફોન્ફ્રેન્સમાં જણાવ્યું હતું કે, આવતીકાલથી લઈને અત્યાર સુધી કોવિડ-19થી 328 લોકો સંક્રમિત થયા છે અને 12 લોકોનાં મોત થયા છે. સારા સમાચાર એ પણ છે કે 179 કોરોના સંક્રમિત દર્દીઓ સાજા પણ થઈ ગયા છે.