મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લોકડાઉન લાગવાના અહેવા પર બ્રેક લાગી ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, સરકારની રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવાવની કોઈ યોજના નથી. રાજેશ ટોપેએ એ પણ કહ્યું કે, રાજ્યમાં પબ્લિક ટ્રન્સપોર્ટ પણ પૂરી રીતે બંધ કરવામાં નહીં આવે. સાથે જ એક જિલ્લામાંથી બીજી જિલ્લામાં જવા પર પણ કોઈ પ્રતિબંધ નહીં હોય.


રાજેશ ટોપેએ કહ્યું, “સરકારની બસ અન ટ્રેન જેવા માસ ટ્રાન્સપોર્ટેશનને બંધ કરવાની કોઈ યોજના નથી પરંતુ બિનજરૂરી રીતે બહાર નીકળતા લોકોને રોકવામાં આવશે. જો કોઈને ખૂબ જ જરૂરી કામ હોય તો પહેલા મંજૂરીની સાથે જઈ શકે છે. રાજ્યમાં ઓક્સિજનની માગ 1550 મેટ્રિક ટન છે, તેને પૂરી કરવામાં આવી રહી છે. 1250 મેટ્રિક ટન મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્રમાં જ ઉત્પાદન કરવામાં આવે છે. બાકીનું 300 મેટ્રિંક ટન બહારના રાજ્યોમાંથી મગાવવામાં આવી રહ્યું છે.”


જણાવીએ કે, મહારાષ્ટ્રમાં કોરનાની સ્થિતિ ખરાબ છે. મંગળવારે કોરોના વાયરસના નવા 62097 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 39,60,359 થઈ ગઈ છે. જ્યારે 519ના મોત થયા છે. કુલ મૃતકોની સંખ્યા 61,343 સુધી પહોંચી ગઈ છે.


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.
 
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે.



  • કુલ કેસ-  એક કરોડ 56 લાખ 16 હજાર 130

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039

  • કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538

  • કુલ મોત - 1 લાખ 82 હજાર 553