Maharashtra ZP Election 2026 Results: મહારાષ્ટ્રમાં જિલ્લા પરિષદ સભ્ય ચૂંટણીના પરિણામો ભાજપની તરફેણમાં આવી રહ્યા છે. કુલ 731 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 578 બેઠકો માટે વલણો આવ્યા છે અને તેમાં ભાજપ એકલા 208 બેઠકો પર આગળ છે. શિવસેના બીજા સ્થાને છે અને NCP ત્રીજા સ્થાને છે. આ ચૂંટણીમાં, કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ અને NCP શરદ પવાર જૂથની હાલત ખરાબ છે. ત્રણેય પક્ષો મહાયુતિ પક્ષો કરતા ઘણા પાછળ છે. જાણો મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણી પરિણામોના વલણોમાં ભાજપે લીડ મેળવી છે અને તે કેટલી બેઠકો પર આગળ છે.

જિલ્લા પરિષદનું નામવલણોમાં  BJP ની બેઠકો
સોલાપુર37
સતારા32
છત્રપતિ સંભાજીનગર22
સિંધુદુર્ગ 21
સાંગલી19
પરભણી17
લાતુર16
કોલ્હાપુર11
ધારાશિવ10
પુણે8
રાયગઢ6
રત્નાગિરી

1

 

ભાજપના બેઠકો મુજબના વલણો જુઓ

મહારાષ્ટ્રના જિલ્લા પરિષદના સભ્ય ચૂંટણીના વલણોમાં ભાજપ સોલાપુરમાં 37, સતારામાં 32, છત્રપતિ સંભાજીનગરમાં 22, સિંધુદુર્ગમાં 21, સાંગલીમાં 19, પરભણીમાં 17, લાતુરમાં 16, કોલ્હાપુરમાં 11, ધારાશિવમાં 10, પુણેમાં 8, રાયગઢમાં 6 અને રત્નાગિરીમાં 1 બેઠકો પર આગળ છે. 

સોલાપુરમાં, ભાજપે પોતાના દમ પર બહુમતી મેળવી છે. સતારામાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. અન્ય ઘણી જિલ્લા પરિષદોમાં ભાજપ પોતાના જિલ્લા પરિષદના પ્રમુખને ચૂંટવા માટે મહાયુતિ પક્ષો સાથે જોડાણ કરી શકે છે.

BJP એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું

મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. નગરપાલિકાની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બાદ, હવે જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં પણ ભાજપ અને સાથી પક્ષોનો ભગવો લહેરાયો છે. જ્યારે વિપક્ષી ગઠબંધનને ફરી એક વખત નિરાશ થવાનો વારો આવ્યો છે. 

આ ચૂંટણીઓ અગાઉ 5 ફેબ્રુઆરીએ યોજાવાની હતી, પરંતુ રાજ્યના ડેપ્યુટી સીએમ અજિત પવારના અચાનક નિધનને કારણે તેને મોકૂફ રાખી 8 ફેબ્રુઆરીએ યોજવામાં આવી હતી. અજીત પવારના ગઢ ગણાતા બારામતી અને પુણે વિસ્તારમાં NCPને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે અજીત પવારના નિધન બાદ પેદા થયેલી 'સહાનુભૂતિની લહેર'ને કારણે NCP પુણે અને સોલાપુર જેવા જિલ્લાઓમાં લીડ મેળવી રહી છે. સોલાપુરમાં NCP 24 બેઠકો પર આગળ છે. 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસ આશા રાખી રહ્યા હતા કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ વાપસી કરશે, પરંતુ પરિણામો તેનાથી એકદમ વિપરીત આવી રહ્યા છે.