શોધખોળ કરો

Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

Delhi fire News: સાકેત કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. લવકેશ બજાજના વકીલોએ કોર્ટમાં પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દિલ્હીની હોટલ આગમાં ૨૧ મોત, માલિક બજાજની ધરપકડ.
  • સાકેત કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડી આપી.
  • વકીલોએ ધરપકડનો વિરોધ કર્યો, કોર્ટે દલીલ ફગાવી હતી.
  • પોલીસે સ્ટાફને પ્રભાવિત થવાની આશંકા કોર્ટ સમક્ષ દર્શાવી.

Delhi fire News: દિલ્હીના માલવિય નગરમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં 21 લોકોના મોત થયા હતા. પોલીસે આ કેસના સંદર્ભમાં હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. ગુરુવારે તેને દક્ષિણ દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાકેત કોર્ટે તેને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. લવકેશ બજાજના વકીલોએ કોર્ટમાં પોલીસ કસ્ટડીનો વિરોધ કર્યો હતો. ધરપકડની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. આ દલીલને ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે ધરપકડ કાયદેસર અને નિયમો અનુસાર હતી. દિલ્હી પોલીસે પૂછપરછ માટે લવકેશ બજાજના ચાર દિવસના પોલીસ રિમાન્ડની વિનંતી કરી હતી, જે કોર્ટે મંજૂર કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે હોટલ સ્ટાફની તપાસ કરવી જરૂરી છે.

લવકેશ બજાજના વકીલે વિનંતી કરી હતી કે વિગતો તેમના ક્લાયન્ટ સમજે તેવી ભાષામાં પૂરી પાડવામાં આવે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે હોટલ માલિક પણ ભોગ બનેલા લોકોમાંનો એક હતો અને તેમની ઇમારત પણ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. વકીલે એવો પણ દાવો કર્યો હતો કે હોટલ માલિકની ધરપકડમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું પાલન કરવામાં આવ્યું ન હતું.

વકીલે જણાવ્યું હતું કે ધરપકડના મેમો અને કેસ ડાયરીમાં ધરપકડ માટેના કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં તે કોર્ટ દ્વારા તપાસવાની જરૂર છે. હોટલ માલિકના વકીલે ધરપકડને ગેરકાયદેસર ગણાવી અને દલીલ કરી કે તેમના ક્લાયન્ટને મુક્ત કરવામાં આવે. ફરિયાદ પક્ષે વળતો જવાબ આપતા કહ્યું કે ધરપકડ માટેના કારણો પહેલાથી જ પૂરા પાડવામાં આવ્યા છે.

ફરિયાદ પક્ષ એટલે કે પોલીસ તરફથી દલીલ કરવામાં આવી હતી કે લવકેશ બજાજ બહાર રહેશે તો હોટલ સ્ટાફને પ્રભાવિત કરી શકે છે. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે હોટલ સ્ટાફની હજુ સુધી પૂછપરછ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસે કોર્ટમાં એમ પણ જણાવ્યું હતું કે તપાસ માટે ફોરેન્સિક ટીમ બનાવવામાં આવી હતી, પરંતુ ગરમી એટલી તીવ્ર હતી કે ટીમ અંદર પ્રવેશી શકી નહીં. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળેથી પાછી ફરી હતી. 

Frequently Asked Questions

માલવિય નગરમાં લાગેલી આગ સંદર્ભે કોની ધરપકડ કરવામાં આવી છે?

આ કેસના સંદર્ભમાં પોલીસે હોટલ માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. ગુરુવારે તેને દક્ષિણ દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

ધરપકડ કરાયેલા હોટલ માલિક અંગે કોર્ટે શું નિર્ણય લીધો?

સાકેત કોર્ટે હોટલ માલિક લવકેશ બજાજને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. કોર્ટે દિલ્હી પોલીસની પૂછપરછ માટેના રિમાન્ડની વિનંતી મંજૂર કરી હતી.

આ ભીષણ આગમાં કેટલા લોકોના મોત થયા હતા?

દિલ્હીના માલવિય નગરમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં કુલ 21 લોકોના મોત થયા હતા.

પોલીસે હોટલ માલિકના રિમાન્ડ શા માટે માંગ્યા હતા?

પોલીસે દલીલ કરી હતી કે હોટલ સ્ટાફની તપાસ કરવી જરૂરી છે અને લવકેશ બજાજ બહાર રહેશે તો સ્ટાફને પ્રભાવિત કરી શકે છે. ફોરેન્સિક ટીમ પણ ગરમીના કારણે ઘટનાસ્થળે તપાસ કરી શકી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ 
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ પહેલા રજૂ કરશે વંદે માતરમ બિલ, અપમાન કરવા બદલ થશે કડક સજા
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
સોનમ વાંગચુકનો નવો વીડિયો આવ્યો સામે- 'હું 20 જુલાઈ સુધી જીવતો રહીશ, ત્યારબાદ ભૂત બનીને...'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget