Manipur CM: હિંસા પ્રભાવિત મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી એન. બિરેન સિંહ બપોરે વાગ્યે રાજ્યપાલને મળશે. રાજ્યપાલને મળ્યા બાદ મુખ્યમંત્રી રાજીનામું આપી શકે છે. વિપક્ષ લાંબા સમયથી તેમના રાજીનામાની માંગ કરી રહ્યો છે.


CM બિરેન સિંહ આજે આપી શકે છે રાજીનામું


હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ચાલી રહેલી કટોકટીના વિકાસમાં મુખ્યમંત્રી એન. બિરેન સિંહ આજે રાજ્યપાલને મળી શકે છે અને ત્યારબાદ તેમનું રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિરેન સિંહ આજે બપોરે મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેને પોતાનું રાજીનામું સોંપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 59 દિવસની અશાંતિ વચ્ચે તેઓ રાજ્યમાં શાંતિ સ્થાપવામાં નિષ્ફળ રહ્યા છે.'






59 દિવસથી સળગી રહ્યું છે રાજ્ય


અહેવાલો અનુસાર બિરેન સિંહને રાજીનામું આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અથવા કેન્દ્ર હસ્તક્ષેપ કરશે અને સત્તા સંભાળશે. આ પછી મુખ્યમંત્રી પાસે રાજીનામું આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.






અમિત શાહને CM બિરેન સિંહ શનિવારે મળ્યા હતા


આ પહેલા રવિવારે સીએમ એન બિરેન સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ પછી ચર્ચાનું બજાર ગરમાયું હતું. શનિવારે જ ગૃહમંત્રી શાહે મણિપુરની સ્થિતિને લઈને 18 પક્ષો સાથે સર્વપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં સપા અને આરજેડીએ મણિપુરના સીએમ બિરેન સિંહના રાજીનામાની માંગ કરી હતી. આ સાથે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની પણ માંગ કરવામાં આવી હતી.