Manish Sisodia: દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને ગુરુવારે (14 ડિસેમ્બર) તેમની સમીક્ષા અરજી(review petition) અંગે સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સિસોદિયાની સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે દારૂ કૌભાંડ કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તેઓ આ આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા હતા.
રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ જેલમાં છે
આ કેસમાં મનિષ સિસોદિયા ઉપરાંત આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ પણ જેલમાં છે. 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેઓ આ આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ 29 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી.
મનીષ સિસોદિયા ફરીથી જામીન માટે અરજી કરી શકે છે
30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તપાસ એજન્સી 338 કરોડ રૂપિયાની લેવડદેવડ સાબિત કરવામાં સફળ રહી છે. હાલ તેને જામીન મળી શકે તેમ નથી. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે જો નીચલી કોર્ટમાં કેસ 6 મહિનામાં પૂરો ન થાય તો સિસોદિયા ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.
મનીષ સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી
સીબીઆઈ અને ઈડી બંને દ્વારા સિસોદિયાની તપાસ કરવામાં આવી રહી છે. મનીષ સિસોદિયાની આ વર્ષે 26 ફેબ્રુઆરીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં કથિત ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી AAP નેતા કસ્ટડીમાં છે. તેમની ધરપકડના બે દિવસ પછી એટલે કે 28 ફેબ્રુઆરીએ તેમણે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. માર્ચમાં, EDએ CBI FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં પૂછપરછ કર્યા પછી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. 30 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. 3 જુલાઈના રોજ હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના કેસમાં સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial