Noida House Fire: નોઇડાના સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં 12મા માળે આવેલા એક ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી, જેણે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
દિલ્હી બાદ હવે નજીકના નોઇડામાં પણ ભીષણ આગની ઘટના સામે આવી છે. શુક્રવાર (5 જૂન)ની સવારે સેક્ટર-75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીના 12મા માળે આવેલા એક ફ્લેટમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફ્લેટમાં કેટલા લોકો હાજર હતા અને તેઓ સમયસર બહાર નીકળી શક્યા કે નહીં. આગ ઝડપથી ફેલાતી હોવાથી અગ્નિશામક વિભાગ દ્વારા આસપાસના ફ્લેટો અને ઘરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. આગ નજીકના મકાનો સુધી ન ફેલાય તે માટે ફાયર વિભાગ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યો છે.જાનહાનિની કોઈ પુષ્ટિ નહીં
આ પણ વાંચો: 'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
આઈવી કાઉન્ટી સોસાયટી સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે. હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર હાજર છે અને રાહત-બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સવારે લગભગ 8 વાગ્યે આગ લાગી હતી. શરૂઆતમાં આગ મર્યાદિત હતી, પરંતુ થોડા જ સમયમાં સમગ્ર ફ્લેટને પોતાની ચપેટમાં લઈ લીધો હતો. ઘટનાસ્થળેથી ઊઠતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
સેક્ટર-52ના શતાબ્દી વિહારમાં પણ આગની ઘટનાનોઇડાના સેક્ટર-24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સેક્ટર-52ના શતાબ્દી વિહારમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં એક બંધ ઓફિસમાં આગ ભભૂકી હતી. ઓફિસમાંથી ધુમાડો નીકળતો જોઈને રાહદારીઓએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.
