Dwarka Fire News: દિલ્હીના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આજે (1૦ જૂન) સવારે દ્વારકા સેક્ટર-૧૩ સ્થિત બહુમાળી ઈમારત 'સબાદ એપાર્ટમેન્ટ'ના એક ફ્લેટમાં આગ લાગવાના સમાચારથી હંગામો મચી ગયો હતો. ઈમારતના ઉપરના માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી હતી. આ દરમિયાન એક પિતા અને બે બાળકોએ જીવ બચાવવા માટે ઈમારત પરથી કૂદી પડ્યા હતા, જેના કારણે ત્રણેયના મોત થયા હતા.
આ પહેલા સવારે ૧૦:૦૧ વાગ્યે આગ અંગે ફાયર વિભાગને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એપાર્ટમેન્ટ ઈમારતના ઉપરના માળે આગ ભીષણ રીતે સળગતી જોઈ શકાય છે.
ફાયર વિભાગે આ માહિતી આપી
અગ્નિશામક વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 8 ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે અને ઘટનાસ્થળ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ફાયર વિભાગે કોઈપણ પ્રકારની અફવાઓ ટાળવા અપીલ કરી હતી. બાકીની વિગતો અને આગના કારણ માટે ફાયર વિભાગના સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. પ્રાથમિકતાના ધોરણે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે દ્વારકામાં સ્થિત 'સબાદ એપાર્ટમેન્ટ'માં આગ લાગી હતી, જે MRV સ્કૂલ પાસે આવેલું છે. આ પ્રકારની ઘટનાથી સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી ત્યાં રહેતા તમામ લોકોએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એપાર્ટમેન્ટ કમિટીના લોકોને આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ સમગ્ર મામલામાં બેદરકારી દાખવવામાં આવી હતી.