નવી દિલ્હી: ભારત-અમેરિકાના સંબંધોમાં ટેરિફને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ગુરુવારે વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે સ્પષ્ટતા કરી કે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2025માં આઠ વખત ફોન પર વાત કરી હતી. આ વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે ફ્રી ટ્રેડ કરાર (FTA) અને ટેરિફ મુદ્દાઓ પર તણાવ વચ્ચે થઈ હતી.

Continues below advertisement

MEA પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા 13 ફેબ્રુઆરી, 2025થી દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. ત્યારબાદ અનેક રાઉન્ડની બેઠકો થઈ છે અને બંને પક્ષો ઘણી વખત કરારની નજીક પણ પહોંચ્યા છે. જયસ્વાલે જણાવ્યું હતું કે રિપોર્ટ્સમાં આ ચર્ચાઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

પીએમ મોદી અને ટ્રમ્પે ઘણી વખત વાત કરી

Continues below advertisement

જયસ્વાલે વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદી અને ટ્રમ્પે 2025માં આઠ વખત ફોન પર વાત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચે સહકાર અને વેપારના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બંને નેતાઓ વચ્ચેના સંબંધો મૈત્રીપૂર્ણ અને સન્માનજનક રહ્યા છે. જયસ્વાલે એમ પણ કહ્યું કે ભારત સંતુલિત અને તમામ માટે લાભદાયી વેપાર કરાર માટે ઉત્સુક છે અને તેને પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેશે.

શું કહ્યું યુએસ વાણિજ્ય સચિવે 

યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યૂટનિકે દાવો કર્યો હતો કે ભારત-અમેરિકા વેપાર કરાર નિષ્ફળ ગયો કારણ કે  પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ફોન કર્યો ન હતો. લ્યૂટનિકે કહ્યું કે તેમણે પીએમ મોદીને કરાર પર પહોંચવા માટે ટ્રમ્પ સાથે વાત કરવા વિનંતી કરી હતી. જોકે, ભારત અસહજ હતું અને તેથી પીએમ મોદીએ ફોન કર્યો ન હતો.

આ દરમિયાન લ્યૂટનિકે એમ પણ કહ્યું કે અમેરિકાએ અગાઉ ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને વિયેતનામ સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને આશા હતી કે  પહેલાં ભારત સાથે કરાર થઈ જશે. તેમણે કહ્યું કે કરારો થોડા મોંઘા થયા અને પછી ભારતે કહ્યું કે અમે તૈયાર છીએ.  મેં કહ્યું, 'કઈ વાત માટે  તૈયાર?"

પીએમ મોદી-ટ્રમ્પ વચ્ચે સંબંધો સન્માનજનક - MEA

જયસ્વાલે એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે હંમેશા મૈત્રીપૂર્ણ અને સન્માનજનક સંબંધ રહ્યો છે. તેમણે  જણાવ્યું કે ભારત અને અમેરિકા ગયા વર્ષે ફેબ્રુઆરીથી દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે.  અનેક તબક્કામાં વાતચીત થઈ છે.