CORONA VIRUS: કોવિડ -19ની સંભવિત થર્ડ વેવ બાળકોને વધુ પ્રભાવિત કરશે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. આ સ્થિતિમાં સ્ટડીમાં એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. કઇ રસી કોવિડ-19ના સંક્રમણ સામે બાળકને બચવાશે જાણીએ


કોરોનાની બીજી લહેરમાં મોતનું તાંડવ જોવા મળ્યું. એક્સ્પર્ટ હજું થર્ડ વેવની શક્યતાને લઇને પણ લોકોને સાવધાન રહેવા સલાહ આપી રહ્યાં છે. કોવિડ વાયરસ પર થઇ રહેલા સ્ટડી અનુસાર એક તારણ એવું પણ છે કે, થર્ડ વેવમાં બાળકો વધુ સંક્રમિત થઇ શકે છે. આ સ્થિતિમાં બાળકોના માતા પિતા વધુ ચિંતિત છે. હજું બાળકો માટે વેક્સિનેશન શરૂ નથી થયું આ સ્થિતિમાં બાળકોને સંક્રમણથી કઇ રીતે બચાવવા તે એક પડકાર સમાન છે.  જો કે એક રિસર્ચમાં એવું તારણ સામે આવ્યું છે કે,  જે બાળકોને ઓરીની રસી આપી હોય તેમને કોવિડના વાયરસથી પણ સુરક્ષા મળશે.પૂણેની બીજે મેડિકલ કોલેજના રિસર્ચ  અનુસાર બાળકોને અપાતી ઓરીની રસી કોવિડ-19ના સંક્રમણથી પણ બાળકોને બચાવશે. એક રિસર્ચમાં આ પ્રકારનું તારણ સામે આવ્યું છે. ઓરીની રસી બાળકને કોવિડના સંક્રમણ સામે પણ રક્ષણ આપશે. પૂણેમાં આ મુદ્દે બાળકો પર સ્ટડી કરાયો હતો. આ સ્ટડીમાં 1 વર્ષથી 17 વર્ષ સુધીના  548 બાળકોને સામેલ કરાયા હતા.


પૂણેની બીજે મેડિકલ કોલેજમાં આ મુદ્દે થયેલા સ્ટડીમાં સામેલ 548 બાળકોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યાં હતા. જેમાં એક ગ્રૂપમાં સંક્રમિત બાળકો હતા જ્યારે બીજા ગ્રૂપમાં સમાન્ય બાળકો હતા. સ્ટડીમાં સામે આવ્યું કે, જે બાળકોએ ઓરીની રસી લીધી હતી જેની તુલનમાં ન લીધેલા બાળકોના સંક્રમણની સંખ્યા વધુ હતી. પૂણેમાં થયેલી સ્ટડીમાં એવું તારણ સામે આવ્યું કે, ઓરીની રસી કોવિડ વાયરસ સામે પણ 87 ટકા અસરકારક છે.


એક્સપર્ટના મત મુજબ જે બાળકોએ બીસીજી અને ઓરીની રસી લીધી હોય છે તેમનામાં નોન સ્પેસિફિક ઇમ્યુનિટી હાજર હોય છે, જો કે આ મુદ્દે એક્સ્પર્ટનું માનવું છે કે, અંતિમ તારણ માટે મોટાપાયે ક્લિનિકલ ટ્રાયલ થવું જરૂરી છે.