Meghalaya Assembly Election Result:  મેઘાલય વિધાનસભા ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 26 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની છે. આ દરમિયાન મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ સરકાર બનાવવાનો દાવો કરતા પહેલા કહ્યું કે ભાજપે અમને સમર્થન આપ્યું છે. અમે રાજ્યપાલને મળવાના છીએ. અમે તેમને વિનંતી કરીશું કે તેઓ નેશનલ પીપલ્સ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે.






59 બેઠકો પર યોજાયેલી ચૂંટણી પછી સરકાર બનાવવા માટે જરૂરી બહુમતીનો આંકડો 30 છે. હાલમાં NPP પાસે 26 બેઠકો છે અને ભાજપના સમર્થનથી કુલ 28 બેઠકો છે. તેમને સરકાર બનાવવા માટે વધુ બે બેઠકોની જરૂર છે. આ અંગે કોનરાડ સંગમાએ કહ્યું કે ભાજપ અને અન્ય પક્ષોએ તેમને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે જલ્દી જ બધાને જણાવીશું કે કઈ પાર્ટીઓએ અમને સમર્થન આપ્યું છે.


પીએમ મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે


કોનરાડ સંગમાએ કહ્યું હતું કે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાન કાર્યાલય તરફથી પુષ્ટીની રાહ જોઈ રહ્યા છીએ. જો પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે તો કાર્યક્રમની તારીખ તે મુજબ નક્કી કરવામાં આવશે.


મેઘાલયમાં એનપીપી સાથે ભાજપની ગઠબંધન સરકારની રચના પાછળ આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાનો મોટો હાથ હોવાનું માનવામાં આવે છે. વાસ્તવમાં, હિમંતા બિસ્વા સરમા ઉત્તર પૂર્વના રાજ્યોમાં સારી પકડ ધરાવે છે. પૂર્વોત્તરના સ્થાનિક મુદ્દાઓથી આ રાજ્યોમાં અલગથી હિન્દુત્વને જાગૃત કરનાર સીએમ હિમંતા કોંગ્રેસમાંથી જ ભાજપમાં જોડાઈ ગયા છે.


એક દિવસ પહેલા મેઘાલય ભાજપે ટ્વિટર પર NPPને સમર્થનનો પત્ર જાહેર કર્યો હતો. સીએમ હિમંતા બિસ્વા સરમા અને કોનરાડ સંગમાએ પણ આ સમર્થન પત્રને રીટ્વીટ કર્યો હતો.


Election Survey: 2024માં વડાપ્રધાન તરીકે કોણ પસંદ ? નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી, તાજા સર્વેમાં આવી ચોંકાવનારી ખબર


Lok Sabha Election Survey: પૂર્વોત્તરના ત્રણેય રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં થયેલી વિધાનસભા ચૂંટણીની પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. બે રાજ્યો ત્રિપુરા અને નાગાલેન્ડમાં બીજેપી ગઠબંધન સરકારની વાપસી થઇ ચૂકી છે. જ્યારે મેઘાલયમાં પણ બીજેપીએ સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં પીએમ મોદીનો જાદૂ એકવાર ફરીથી ચાલ્યો છે. આની અસર 2024 લોકસભા ચૂંટણીમાં કેટલો થશે એ જોવાનો બાકી છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણી 2024 ને લઇને એક સર્વે સામે આવ્યો છે, જેમાં આગામી પીએમના નામે પર જનતાએ પોતાની પસંદગી દર્શાવી છે. 


ટીવી 9 અને પૉલસ્ટાર્ટે 2024 લોકસભા ચૂંટણીને લઇને મેગા સર્વે કર્યો છે, આ સર્વેમાં 2024 માં પીએમ તરીકે જનતાનો મત પુછવામાં આવ્યો, જેમાં એકવાર ફરીથી પીએમ મોદીની લોકપ્રિયતા ટૉપ પર દેખાઇ રહી છે.