mera ration app download: જો તમે પણ રાશન કાર્ડ ધરાવો છો અને સરકાર તરફથી મળતું સસ્તું અનાજ મેળવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. કેન્દ્ર સરકારે રાશનની સુવિધાઓને ડિજિટલ અને વધુ સરળ બનાવવા માટે 'વન નેશન, વન રેશન કાર્ડ' (ONORC) યોજના હેઠળ 'મેરા રાશન એપ' (Mera Ration App) શરૂ કરી છે. આ એપની મદદથી તમે દેશના કોઈપણ ખૂણેથી સરળતાથી તમારું રાશન મેળવી શકો છો. રોજગારી માટે વારંવાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરતા લોકો માટે આ એપ આશીર્વાદ સમાન છે. હવે તમારે રાશનની દુકાનો કે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે આ એક જ એપમાં તમને રાશનને લગતી તમામ સેવાઓ તમારા ઘરના આરામથી બેઠા-બેઠા મળી જશે. ચાલો જાણીએ આ એપ કેવી રીતે કામ કરે છે અને તેના શું ફાયદા છે.

Continues below advertisement

'મેરા રાશન એપ' ખરેખર છે શું?

આ ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવેલી સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન છે. તેને ખાસ કરીને રેશન કાર્ડ ધારકો અને રોજગારી માટે સ્થળાંતર કરતા મજૂરોની સગવડતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એપ તમને રેશન કાર્ડને લગતી અનેક સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર જઈને આ એપ બિલકુલ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

Continues below advertisement

જાણો મેરા રાશન એપના કમાલના ફાયદાઓ

તમારા ફોનમાં આ એપ હોવાથી તમને ઘણા બધા ફાયદા થશે, જેમ કે:

તમને દર મહિને કેટલું રાશન મળવાપાત્ર છે, તેની પૂરી માહિતી તમે આ એપમાં જોઈ શકશો.

છેલ્લા 6 મહિનામાં તમે ક્યારે અને કેટલું અનાજ મેળવ્યું છે, તેનો પૂરેપૂરો રેકોર્ડ આમાં જોઈ શકાશે.

તમારે મોબાઈલ નંબર અપડેટ કરવો હોય, ઈ-કેવાયસી (e-KYC) કરવું હોય કે પછી પરિવારના કોઈ નવા સભ્યનું નામ ઉમેરવું હોય, જેવી તમામ સુવિધાઓ પણ આમાં ઉપલબ્ધ છે.

જો તમે અજાણ્યા શહેરમાં છો, તો GPS નો ઉપયોગ કરીને તમારી સૌથી નજીકની સસ્તા અનાજની દુકાન (FPS) ક્યાં છે, તે પણ આ એપ શોધી આપશે.

જો તમને રાશન વિતરણમાં કોઈ સમસ્યા નડે, તો તમે એપ દ્વારા સીધી કોઈ પણ રેશન સંબંધિત ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચોઃ રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: જાણો 5 કિલોના નિયમ મુજબ તમને કેટલું મફત રાશન મળશે

એપમાં રજિસ્ટર અને લોગિન કેવી રીતે કરવું?

સૌથી પહેલા તમારા ફોનના ગુગલ પ્લે સ્ટોર પરથી 'મેરા રાશન 2.0' (Mera Ration 2.0) એપ ડાઉનલોડ કરો.

એપ ઇન્સ્ટોલ થયા બાદ તેને ખોલો અને તમને અનુકૂળ હોય તેવી ભાષા પસંદ કરો.

ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા 'લાભાર્થી' વિકલ્પ પર ક્લિક કરો.

હવે અહીં તમારે તમારો 12-અંકનો આધાર નંબર અથવા રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.

આ વિગતો નાખ્યા પછી તમારા આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તે દાખલ કરીને વેરિફિકેશન પૂરું કરો.

ભવિષ્યમાં એપમાં ફરીથી સરળતાથી લોગિન કરવા માટે 4-અંકનો એક યુનિક પિન (PIN) સેટ કરી લો.

આ પણ વાંચોઃ હવે રાશનની દુકાનો પર નહીં થાય કોઈ કૌભાંડ! મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા આ નિયમો

કોના માટે સૌથી વધુ ઉપયોગી છે આ એપ?

એવા કામદારો કે મજૂરો જેઓ પોતાના વતનથી દૂર બીજા કોઈ શહેર કે રાજ્યમાં જઈને કામ કરે છે.

એવા રેશન કાર્ડ ધારકો જેઓ સરકારી કચેરીઓના ધક્કા ખાવાને બદલે ઘરે બેઠા જ રેશન સંબંધિત માહિતી મેળવવા માંગે છે.

જે લોકો પોતાના રેશન કાર્ડમાં પરિવારના સભ્યોની વિગતો અપડેટ કરવા ઈચ્છે છે.

અને એવા જાગૃત નાગરિકો જેઓ રેશન વિતરણમાં કોઈ સમસ્યા કે અનિયમિતતા જણાય તો ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માંગે છે.