નવી દિલ્હીઃ ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ અને વાદળો ફાટવાથી તબાહી મચી છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે દેશના કેટલાક રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ બાંગ્લાદેશ, ઉત્તર બંગાલની ખાડી અને પશ્વિમ બંગાલ પર ઓછું દબાણ ક્ષેત્રના કારણે આગામી કેટલાક દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી 48 કલાક દરમિયાન પશ્વિમ બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદ વરસી શકે છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, 30 જૂલાઇ સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, ઓરિસ્સા, પશ્વિમ બંગાળ, ઝારખંડ અને બિહારમાં 30 જૂલાઇ સુધી અને પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 31 જૂલાઇ સુધી ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસો દરમિયાન ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 29 જૂલાઇના રોજ અલીગઢ, મથુરા, ફિરોઝાબાદ, કાનપુર, હાથરસ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય એક ઓગસ્ટ સુધીમાં પૂર્વ રાજસ્થાન અને પશ્વિમ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે એક ઓગસ્ટને પશ્વિમ મધ્યપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સાથે એક ઓગસ્ટ સુધીમાં મધ્ય મહારાષ્ટ્રના કોંકણ અને ગોવાના ઘાટ વિસ્તારોમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. આ માટે એલર્ટ જાહેર કરાયું છે.
અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડવાનો શરૂ થયો છે. અમદાવાદના પશ્ચિમ ઝોનના નંદાસણ, કલોલ, સેરથા, વૈષ્ણવદેવી સર્કલ, ગોતા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. તો ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારો અને ગામડાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.