રાજ્યોએ કન્ટેઈનમેન્ટ ઝોનમાં નિયમોનું કડક પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સિસ્ટમને મજબૂત કરવી પડશે. જિલ્લા વહિવટીતંત્રએ કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, એ શહેરો જ્યાં સાપ્તાહિક કેસ પોઝિટિવ રેટ 10 ટકાથી વધારે છે ત્યાં સંબંધિત રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોએ તબક્કાવાર ઓફિસનો સમય અને અન્ય ઉપાલ લાગૂ કરવા જોઈએ એક જ સમયમાં વધારે કર્મચારીઓ ન આવી શકે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય.
રાજ્યોને છૂટ આપવામાં આવી છે કે તેઓ પોતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિયંત્રણો લાગૂ કરી શકે છે. તમામ જિલ્લામાં બનનારા કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી તેમની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.
જોકે, રાજ્યોને કેન્દ્ર સરકારની સલાહ અને મંજૂરી વગર કન્ટન્મેન્ટ ઝોન બહાર લોકડાઉન લગાવવાની મંજૂરી નહીં મળે. રાજ્યોને એમ પણ કહેવાયું છે કે, તેઓ કાર્યસ્થળો પર સોશિયલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરે. ગૃહ મંત્રાલાયે એક નિવેદનમાં ઝણાવ્યું છે કે, જે શહેરમાં સાપ્તાહિક કેસ કે પોઝિટિવ રેટ 10 ટકાથી વધુ છે, ત્યાં સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિસત પ્રદેશોએ તબક્કાવાર ઓફિસ ટાઇમિંગ અને અન્ય ઉપાય અમલમાં મૂકવા જોઇએ, જેથી એક સમયમાં વધુ કર્મચારી ન આવી શકે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય.