Mumbai Crime : રાજધાની દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડના દાગ હજી ભંસાયા નથી ત્યાં મુંબઈના મીરા રોડ મર્ડર કેસના આરોપીની નિર્દયતાએ ફરી એકવાર બધાને હચમચાવી દીધા છે. આ હત્યાકાંડની ભયાનક ઘટનાની કહાણી સાંભળીને સૌકોઈ ચોંકી ગયા છે. પોતાનાથી 20 વર્ષ નાની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યના ચારિત્ર્ય પર તેનો પાર્ટનર શંકા રાખતો હતો. જેને લઈને બંન્ને વચ્ચે દરરોજ લડાઈ થતી હતી. તે યુવતીને ગમે તેમ બોલતો હતો. આખરે એક દિવસ ઝઘડો એ હદે વધી ગયો કે મહિલા મિત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. કોઈને ખબર ન પડે તે માટે મૃતદેહને નાના-નાના ટુકડા કરીને ઉકાળીને ગ્રાઇન્ડરમાં ગ્રાઈન્ડ કરવામાં આવ્યા હતાં.


56 વર્ષીય મનોજની આ બર્બરતા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.જ્યારે પોલીસે પૂછ્યું કે, તેને યુવતીના મૃતદેહનો આ રીતે નિકાલ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો તેણે કહ્યું હતું કે, તે શ્રદ્ધા વાલ્કર હત્યા કેસથી વાકેફ હતો છે. બસ ત્યાંથી જ તેણે વિચાર લીધો અને એક સંપૂર્ણ યોજના બનાવી. જોકે તેણે હત્યાનો ઈન્કાર કર્યો છે. તેનું કહેવું છે કે, યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. તે ડરી ગયો હતો, તેથી તેના મૃત શરીરના ટુકડા કરી નાખ્યા હતા જેથી કોઈને કંઈ જ ખબર ના પડે. જોકે પોલીસને મનોજના આ નિવેદન પર સહેજ પણ વિશ્વાસ નથી.


2014થી રહેતા હતા સાથે 


દરમિયાન, પોલીસે કહ્યું હતું કે, તેમને બુધવારે સાંજે 7 વાગ્યે આ કેસની માહિતી મળી હતી. આરોપી મનોજ સાહનીના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સરસ્વતી વૈદ્ય નામની યુવતી 2014થી મનોજ સાથે રહેતી હતી. તેના માતા-પિતા ત્યાં ન હતા. વર્ષ 2014માં જ તેની ઓળખ મનોજ સાથે થઈ હતી. મનોજ કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. કરિયાણાની દુકાનમાં કામ કરતી વખતે તેનો પરિચય યુવતી સાથે થયો હતો. યુવતીએ કોઈ જ કામ કરતી નહોતી. બંને 7 વર્ષથી મીરા રોડમાં જ રહેતા હતા. તે પહેલા તેઓ બંને બોરીવલીમાં રહેતા હતા.


4 જૂને કરી હત્યા


પોલીસના જણાવ્યા અનુસાર 4 જૂને યુવતીની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યાર બાદ તે જ દિવસે આરોપીએ બજારમાંથી એક ઝાડ કાપવા માટેનું કટર ખરીધ્યું હતું અને તેની લાશના ટુકડા કરી નાખ્યા હતાં. ગત ચાર દિવસથી તે કામ પર ગયો નહોતો. દિવસ-રાત મૃતદેહને કાપીને ઉકાળવામાં જ વ્યસ્ત હતો. પોલીસને કૂકરમાંથી માંસના ટુકડા મળી આવ્યા છે. તેણે મૃતદેહના કેટલાક ટુકડાનો નિકાલ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે, શરીરના અંગોને જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. શરીરનો કયો ભાગ ખૂટે છે તે માત્ર ડૉક્ટર જ કહી શકે છે. પોલીસે કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધ્યો છે.


ઉલ્લેખનીય છે કે, આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી. જ્યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની રૂમ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી ત્યારપછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતી.