Mission Gaganyaan Put on Hold: ઈસરોએ મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ રોકી દીધી છે. ISRO ચીફ એસ સોમનાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું - અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે શું ખોટું થયું છે. આ મિશન શનિવારે (21 ઓક્ટોબર 2023) સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું.


ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે, પહેલા આ મિશન સવારે 8 વાગ્યે લોન્ચ થવાનું હતું પરંતુ પાછળથી કેટલાક કારણોસર અમારે તેના પ્રક્ષેપણનો સમય આગળ વધારવો પડ્યો અને અમે તેનો સમય વધારીને 8.45 કર્યો. આ હોવા છતાં, કમાન્ડ લોન્ચ કરતી વખતે, તેમાં સ્થાપિત કમ્પ્યુટરે અમને રોકેટ ઇગ્નીશન કરવાની મંજૂરી આપી ન હતી. રોકેટ સુરક્ષિત છે, ઇગ્નીશન ન થયા પછી અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ જેથી અમે તે કારણો શોધી શકીએ જેના કારણે આવું ન થઈ શક્યું.