Raj Thackeray Corona Positive: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમની સિવાય તેમના માતાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત થવાના કારણે એમએનએસની ભાંડુપ સભા રદ કરાઈ છે. આ સભા આજે યોજાવાની હતી.

દેશમાં કોરોના સંક્રમિતોના મોતની સંખ્યામાં થયો મોટો વધારો, જાણો છેલ્લા 24 કલાકનો આંકડો

દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 16,326 નવા કેસ નોંધાયા છે અને 666  સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,73,728 પર પહોંચી છે.

છેલ્લા 22 દિવસમાં નોંધાયેલા કેસ

1 ઓક્ટોબરઃ 26,7272 ઓક્ટોબરઃ 24,5343 ઓક્ટોબરઃ 22,8424 ઓક્ટોબરઃ 20,7995 ઓક્ટોબરઃ 18,3466 ઓક્ટોબરઃ 18,3837 ઓક્ટોબરઃ 22,4318 ઓક્ટોબર: 21,5279 ઓક્ટોબરઃ 19,74010 ઓક્ટોબરઃ 18,10611 ઓક્ટોબરઃ 18,13212 ઓક્ટોબરઃ 14,31313 ઓક્ટોબરઃ 15,82314 ઓક્ટોબરઃ 18,98715 ઓક્ટોબરઃ 16,86216 ઓક્ટોબરઃ 15,98117 ઓક્ટોબરઃ 14,14618 ઓક્ટોબરઃ 13,59619 ઓક્ટોબરઃ 13,05820 ઓક્ટોબરઃ 14,62321 ઓક્ટોબરઃ 18,45422 ઓક્ટોબરઃ 15,786

કોરોના સંક્રમણને રોકવા દિવાળી-ક્રિસમસ મહત્વપૂર્ણઃ ડો. ગુલેરિયા

કોરોનાનાનું સંક્રમણ ફરી ધીમી ગતિ વધી રહ્યું છે ત્યારે દિલ્હી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદિપ ગુલેરિયાએ આવનાર થોડા સપ્તાહ મહત્વૂપૂર્ણ હોવાના અને આ સમયમાં વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, ધીમી ગતિએ વધી રહેલા કોરોના ઇન્ફેકશનને ડાઉન કરવા માટે આવનાર થોડા સપ્તાહ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી તહેવારોની સીઝન માટે કોવિડ -19 માર્ગદર્શિકા જાહેર  કર્યાના ત્રણ દિવસ બાદ ન્યુઝ એન્જસી એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યું કે. હવે ફેસ્ટિવલ સિઝન શરૂ થઇ રહી છે તો બીજી તરફ કોવિડના કેસ ધીમી ગતિએ પણ વધી રહ્યાં છે. જો આ સમયે થોડી સતકર્તા અને સજાગતાથી વર્તવામાં આવશે તો કોવિડના સંક્રમણને ઓછું કરવામાં સફળતા મળી શકશે. ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા થોડા સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર દિવાળી, ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે.