Man dips phone Triveni Sangam: 144 વર્ષ બાદ આવેલા મહાકુંભમાં અનોખા અને રસપ્રદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શ્રદ્ધાળુઓ પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિએ એવું કૃત્ય કર્યું છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વ્યક્તિએ પોતાનો મોબાઇલ ફોન ત્રિવેણી સંગમના પવિત્ર જળમાં ડૂબાડીને દાવો કર્યો છે કે તેનો ફોન પણ ‘મોક્ષ’નો હકદાર છે.


મહાકુંભના રંગારંગ માહોલ વચ્ચે આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ માત્ર બોક્સર પહેરીને પાણીમાં ઉભો છે અને પોતાના હાથમાં કાળજીપૂર્વક ફોન પકડે છે. શરૂઆતમાં, જોનારાને લાગે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ ડૂબકી લગાવી રહ્યો છે. પરંતુ, ટૂંક સમયમાં જ તે બધાને આશ્ચર્યચકિત કરે છે, જ્યારે તે પોતાના બદલે પોતાના મોબાઇલ ફોનને પાણીમાં ડૂબાડે છે!


વીડિયો બનાવનારે તેના પર ટેક્સ્ટ ઉમેર્યું છે: “ગાઈઝ અપને સાથ સાથ મોબાઈલ કા ભી ઈસ્નાન કરવા દિયા ગંગા જી મેં, જય ગંગા મૈયા કી.” તેણે આ રીલ ઇન્સ્ટાગ્રામ પર “મોબાઈલ ભી મોક્ષ કી ઔર,” કૅપ્શન સાથે પોસ્ટ કરી છે, અને વીડિયો પર બીજો ટેક્સ્ટ ઉમેર્યો છે, “મોબાઈલ ભી ભૌત પાપ કે હકદાર હૈ.”  આમ, વ્યક્તિ માને છે કે જે રીતે લોકો પવિત્ર સ્નાન કરે છે, તેમ તેનો મોબાઈલ પણ પવિત્ર થવો જોઈએ, કારણ કે તે પણ ‘પાપ’નો ભાગીદાર હોઈ શકે છે.


આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે અને નેટીઝન્સને હસાવવા મજબૂર કર્યા છે. ઘણા લોકો આ કૃત્યને રમુજી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ આ ઘટના પર ટિપ્પણી કરતા કહ્યું કે, આપણે બધા આપણા ફોન સાથે કેટલા જોડાયેલા છીએ તેનું આ એક ઉદાહરણ છે.






વાયરલ વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા


એક યુઝરે મજાકમાં લખ્યું, “મોબાઇલ કો મોક્ષ મિલ જાયેગા ફિર હમેશા કે લિયે.” (મોબાઈલને મોક્ષ મળી જશે, પછી કાયમ માટે!)


બીજા યુઝરે થોડી ટીકા કરતા લખ્યું, “મજક બના રખા ઉનલોગો ને હદ હોતી હૈ ધરમ કે નામ પર મજાક.” (આ લોકોએ મજાક બનાવી રાખ્યું છે, ધર્મના નામે મજાકની હદ હોય છે!)


જ્યારે એક ત્રીજા યુઝરે હસતાં હસતાં કહ્યું, “મોબાઇલ અંદર ચલા જાતા તો માઝા આજતા.” (જો મોબાઇલ અંદર જતો રહ્યો હોત તો મજા આવતી!)


આમ, મહાકુંભમાં ધાર્મિકતા અને આધુનિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો, જ્યાં એક તરફ શ્રદ્ધા અને પરંપરા છે, તો બીજી તરફ ડિજિટલ યુગની અસર પણ સ્પષ્ટપણે દેખાય છે. અને આ ‘મોબાઇલ મોક્ષ’નો વીડિયો તેનું એક જીવંત ઉદાહરણ છે.


આ પણ વાંચો....


દિલ્હી સીએમની રેસમાં આ 10 ચહેરા, જાણો કોણ છે સૌથી આગળ? નામ જાણીને તમને નવાઈ લાગશે