મોદી સરકારે દિવાળી પર ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે રવિ પાકના MSPમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે 2025-26ની સીઝન માટે 6 રવિ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ વિવિધ પાકોના MSPમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને તેમના પાકના સારા ભાવ મળી શકશે.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર દ્વારા રવિ સીઝનના પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઘઉંના પાકના ભાવમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને સરસવના પાકમાં 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
આ પાકો પર એમએસપીમાં વધારો
કેબિનેટની બેઠકમાં રવિ પાકની MSP વધારવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે ખેડૂતો માટે દિવાળીની મોટી ભેટ છે. અહેવાલ મુજબ, સરકારે માર્કેટિંગ સીઝન 2025-26 માટે રવિ પાક માટે એમએસપીના ભાવમાં વધારો કર્યો છે. આ અંતર્ગત ઘઉંની MSP 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારીને 2,425 રૂપિયા કરવામાં આવી છે, જે અત્યાર સુધી 2,275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી. સરસવ પર એમએસપી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. ચણાના MSPમાં 210 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની નવી MSP 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે, જે પહેલા 5440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતી.
આ સિવાય મસૂર પર એમએસપી 275 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરાયો છે અને તે 6,425 રૂપિયાથી વધારીને 6,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે. કુસુમના ભાવમાં 140 રૂપિયાનો વધારો કરીને 5,800 થી 5,940 રૂપિયા કરવામાં આવ્યા છે.
ઘઉંની MSP વધારીને 2,425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ 2,275 રૂપિયા હતી.
જવની MSP વધારીને 1,980 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ 1,850 રૂપિયા હતી.
ચણાની MSP વધારીને 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ 5,440 રૂપિયા હતી.
મસૂરની MSP વધારીને 6,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ 6,425 રૂપિયા હતી.
સરસવની MSP વધારીને 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે, જે અગાઉ 5,650 રૂપિયા હતી.
કુસુમના MSPને વધારીને 5,940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, જે અગાઉ 5,800 રૂપિયા હતી.
લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો