Modi Government ordinance: કેન્દ્ર સરકારે શુક્રવારે (19 મે)ના રોજ મોટો નિર્ણય લેતા  સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. દિલ્હીમાં અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટે સરકાર અધ્યાદેશ લાવી છે. કેન્દ્ર સરકારે આ વટહુકમ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને ટ્રાન્સફર પોસ્ટિંગની સત્તા આપી છે. દિલ્હી ભારતની રાજધાની છે, જે સીધી રાષ્ટ્રપતિની નીચે છે. આ  સ્થિતિમાં અધિકારીઓની બદલીનો અધિકાર રાષ્ટ્રપતિને રહેશે.


 




દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા જ આ અંગે આશંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે લેફ્ટનન્ટ ગવર્નર કોર્ટના આદેશનું પાલન કેમ નથી કરી રહ્યા ? તમે બે દિવસ સુધી સેવા સચિવની ફાઇલ પર સહી કેમ ન કરી? એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર આવતા અઠવાડિયે વટહુકમ લાવીને સુપ્રીમ કોર્ટના આદેશને પલટવા  જઈ રહ્યું છે? શું લેફ્ટનન્ટ ગવર્નર વટહુકમની રાહ જોઈ રહ્યા છે, તેથી જ ફાઇલ પર સહી નથી કરી રહ્યા ?


ગયા અઠવાડિયે જ  એક મહત્વપૂર્ણ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો અધિકાર દિલ્હીની કેજરીવાલ સરકારને આપ્યો હતો.