શું છે FPO
FPO એટલે કે એક ખેડૂતોનું ગ્રુપ જે કંપની એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ હોય અને જે ઉત્પાદકોના નફા માટે કામ કરે. ઓછામાં ઓછા 11 ખેડૂતો મળીને પોતાની એક એગ્રીકલ્ચર કંપની બનાવવી ફરજિયાત છે. કેન્દ્ર સરાકર આ જ સંગઠન અથવા કંપનીને 15-15 લાખની આર્થિક મદદ આપશે. સરાકરે આ યોજના એટલા માટે શરૂ કરી છે જેથી ખેડૂતોને ખેતીમાં કોઈ વ્યવસાયની જેમ લાભ થઈ શકે.
યોજનાની મહત્ત્વની વાતો
કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને આર્થિક રાહત આપવા માટે આ યોજવા શરૂ કરવામાં આવી છે. જેથી, ખેડૂતો વચેટિયાઓથી મુક્ત થઈ શકે.
ખેડૂતોના ગ્રુપને આ નાણાં એક સાથે ન મળતા ત્રણ વર્ષથમાં મળશે. એટલે કે આ રૂપિયા અનેક તબક્કાઓમાં મળશે.
આ યોજનામાં જે પણ ગ્રૂપનો ખેડૂત હશે તેને અનેક પ્રકારના લાભ મળશે. દેશના ખેડૂતોને ખેતીમાં બિઝનેસ જેવા લાભ આપવામાં આવશે. ખેડૂતોને ખેતીને ધંધામાં પરિવર્તિત કરવાની તક આપવામાં આવી રહી છે.
આ યોજના અંતરર્ગત 11 ખેડૂતોએ કંપની એહ્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ કંપની ઉત્પાદકના લાભ માટે કામ કરશે. ત્યારે જ તેને 15 લાખ રૂપિયાની મદદ મળશે.
આ યોજના અંતર્ગત દેશના તમામ રાજ્યોના ખેડૂતો લાભ લઈ શકે છે. જો ખેડૂતો મેદાન વિસ્તારના હશે તો 300 ખેડૂતોને તમારી સાથે જોડવા પડશે. જો ઉત્તરાખંડ અથવા અન્ય પર્વતીય વિસ્તારોના હોય તો 100 ખેડૂતોને જોડવા પડશે.
આ માટે સરકારે હાલમાં કોઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી નથી. જેથી સરકારે સક્રિય રીતે શરૂ કરે ત્યારે અરજી કરી શાકશે. આ માટે સરકાર ટૂંકમાં જ નોટિફિકેશન બહાર પાડી શકે છે.