Modi Govt Changed Army Act Widens CDS Selection Pool: ભારતીય આર્મીનું સૌથી મોટું પદ એટલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. આ પદ પર સરકાર નવા સીડીએસની નિયુક્તિ કરે પહેલાં આર્મી સેવા નિયમોમાં (Army Service Rules) એક મોટો ફેરફાર કર્યો છે. હવે સીડીએસ પદ માટે લેફ્ટનેન્ટ જનરલ રેંકના એ અધિકારીઓ પણ નિયુક્ત થઈ શકે છે જેમની ઉંમર 62 વર્ષથી વધુ ના હોય. ખાસ વાત એ છે કે, 62 વર્ષથી ઓછી ઉંમરના નિવૃત લેફ્ટનેન્ટ જનરલ રેંકના અધિકારી પણ સીડીએસ પદના હકદાર હોઈ શકે છે. અત્યાર સુધી જનરલ રેંક એટલે કે, ફોર-સ્ટાર સૈન્ય અધિકારીઓ જ સીડીએસ પદ પર પહોંચી શકતા હતા.


સરકારે સીડીએસ પદની નિયુક્તિ માટે નવું ગેજેટ-નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. ગેજેટ નોટીફિકેશન થલસેના, વાયુસેના અને નૌસેના ત્રણેય માટે જાહેર કરવામાં આવ્યું છે. નવા ગેજેટ નોટીફિકેશનમાં સ્પષ્ટ રીકે કહેવામાં આવ્યું છે કે, હવે જનરલ (અથવ એર ચીફ માર્શલ અને એડમિરલ) અને લેફ્ટનન્ટ જનરલ (અથવ તેમના સમાન એર માર્શલ અને વાઈસ એડમિરલ) રેંકના એ અધિકારીઓ જે 62 વર્ષથી ઓછી ઉંમરના છે તેઓ સીડીએસ પદ માટે લાયક છે અને યોગ્ય છે.


આર્મી સેવા નિયમોમાં મોટો બદલાવઃ
આ સિવાય એ જનરલ અને લેફ્ટનન્ટ જનરલ જે સેવા નિવૃત થઈ ગયા છે અને 62 વર્ષથી ઓછી ઉંમરના છે તેવા બધા અધિકારીઓ સીડીએસ પદ માટે યોગ્ય છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે, સીડીએસનું પદ ખાલી હતું. ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર 2021માં તત્કાલીન સીડીએસ, જનરલ બિપિન રાવતનું હેલીકોપ્ટર ક્રેશમાં મોત થયું હતું અને ત્યારથી સીડીએસનું પદ ખાલી પડ્યું છે. પરંતુ હવે નવા ગેજેટ નોટીફિકેશન પછી માનવામાં આવી રહ્યું છે કે હવે ટૂંક સમયમાં જ સીડીએસનું પદ ભરવામાં આવશે.


CDS ની પોસ્ટ ક્યારે બનાવવામાં આવી હતી?


નવા ગેઝેટ નોટિફિકેશન સાથે, તમામ નિવૃત્ત સૈન્ય અથવા નૌકાદળ અને વાયુસેનાના વડાઓ સીડીએસની રેસમાંથી બહાર થઈ ગયા છે. કારણ કે આર્મી, એરફોર્સ અને નેવીના વડાઓ 62 વર્ષની વયે નિવૃત્ત થાય છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2019માં જ્યારે સરકારે પહેલીવાર સીડીએસનું પદ બનાવ્યું હતું અને જનરલ બિપિન રાવતને સીડીએસ બનાવ્યા હતા, ત્યારે નોટિફિકેશનમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે માત્ર ત્રણેય પાંખના વડાઓ સેના સીડીએસ બની શકે છે અને તેઓ 65 વર્ષ સુધી તેમની સેવાઓ આપી શકે છે. આ જ કારણ છે કે, તત્કાલિન આર્મી સ્ટાફ જનરલ બિપિન રાવતે તેમની નિવૃત્તિના એક દિવસ પહેલા CDS બનાવવાની જાહેરાત કરી હતી.