નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે સંઘને સંપૂર્ણ સમાજનું સંગઠન કરવાનું છે. તેથી સંઘ માટે કોઈ પારકું નથી. પ્રવણ મુખર્જીને લઇને મોહન ભાગવતે કહ્યું અમે દર વર્ષે દેશના સન્માનીય લોકોને આમંત્રિત કરીએ છીએ. પરંતુ આ કાર્યક્રમ પર કંઇક વિશેષ ચર્ચા ચાલી. પ્રવણ મુખર્જીના આ કાર્યક્રમમાં આવવાથી તેના પર વિવાદ યોગ્ય નથી. સંઘ લોકતાંત્રિક સંગઠન છે.
મોહન ભાગવતે કહ્યું, "પ્રણવ મુખરજીથી અમે પરિચિત થયા છીએ. સમગ્ર દેશના લોકો તેમને પહેલેથી જ ઓળખે છે. ખૂબજ જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ આદરણીય વ્યક્તિત્વ અમારી સાથે છે. અમે સહજ રૂપથી તેમને આમંત્રણ આપ્યું. આ કાર્યક્રમની પક્ષ અને વિપક્ષમાં જે ચર્ચા થઇ છે તેનો કોઈ મતલબ નથી. સંઘ સંઘ છે અને પ્રવણ મુખર્જી પ્રવણ મુખર્જી રહેશે. હિંદુ સમાજમાં એક અલગ પ્રભાવી સંગઠન ઊભું કરવા માટે સંઘ નથી. સંઘ સંપૂર્ણ સમાજને ઊભું કરવા માટે છે. વિવિધતામાં એકતા હજારો વર્ષોથી પરંપરા રહી છે. આપણે અહીં જન્મ લીધો એટલે ભારતવાસી નથી. આ માત્ર નાગરિકતાની વાત નથી. ભારતની ધરતી પર જન્મેલો દરેક વ્યક્તિ ભારત પુત્ર છે."
ભાગવતે કહ્યું, કોઈ રાષ્ટ્રનું ભાગ્ય બનાવનાર વ્યક્તિ, વિચાર, સરકાર નથી હોતી. સરકાર ઘણું કરી શકે છે, પરંતુ બધું જ નથી કરી શકતી. દેશનો સમાજ પોતાનો ભેદ ભૂલીને, સ્વાર્થને તિલાંજલિ આપીને દેશ માટે પુરૂષાર્થ કરવા માટે તૈયાર થાય છે તો તમામ નેતા, દરેક વિચાર સમૂહ તે અભિયાનનો ભાગ બને છે અને ત્યારે જ દેશ બદલાય છે."
સરકાર ઘણું બધું કરી શકે છે પરંતુ બધું જ નથી કરી શકતી. સામાન્ય સમાજને જ્યાં સુધી જાગૃત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશની હાલત નહીં સુધરે. સ્વતંત્રા પહેલા તમામ મહાપુરષોને સ્વતંત્રતાની ચિંતા હતી.
સંઘના વિરોધીઓને સંદેશ આપતા મોહન ભાગવતે કહ્યું, આરએસએસ લોકતાંત્રિક સંગઠન છે, સંઘ બધાને જોડનારું છે. સંગઠિત સમાજ દેશ બદલી શકે છે. બધા વિવિધતાઓનું સન્માન કરે છે. સનાતન પરંપરાને બળ આપવાનું કામ કરવું જોઇએ.