Odisha CM Mohan Manjhi: કેન્દ્રમાં સત્તા બનાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ (BJP) ઓડિશામાં પણ સરકાર (Odhisha Government) બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ભાજપે ઓડિશાના નવા મુખ્યમંત્રી (CM Mohan Majhi) તરીકે મોહન માઝીની પસંદગી કરી છે. સીએમની પસંદગી માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવને (Bhupendra Yadav) જવાબદારી સોંપવામાં આવી હતી. ઓડિશામાં પણ ભાજપે એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની (deputy CM) ફોર્મ્યુલા લાગુ કરી છે.ઓડિશાના બે ડેપ્યુટી સીએમ હશે, જેમાંથી એક મહિલા છે. પાર્વતી ફરીદા અને કેવી સિંહ દેવ રાજ્યના ડેપ્યુટી સીએમ હશે.


ઓડિશામાં પ્રથમ વખત બનશે ભાજપની સરકાર


મોહન માઝી બુધવારે સીએમ પદના શપથ લેશે. તેની સાથે કેવી સિંહ દેવ અને પાર્વતી ફરીદા ડેપ્યુટી સીએમ તરીકે શપથ લશે. ઓડિશામાં આવતીકાલે પ્રથમવાર ભાજપની સરકાર બનશે.  મોહન ચરણ માઝી ઓડિશાની Keonjhar વિધાનસભા સીટ પરથી ચૂંટાયા હતા. તેમણે આ બેઠક પરથી બીજેડીના મીના માઝીને હરાવ્યા હતા. મોહન માઝીને 87,815 વોટ મળ્યા હતા, જ્યારે મીના માંઝીને 76,238 વોટ મળ્યા હતા. મોહન માંઝીની 11,577 મતથી જીત થઈ હતી.






ઓડિશામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે બહુમતનો જાદુઈ આંકડો હાંસલ કર્યો છે અને નવીન પટનાયકના બીજુ જનતા દળને સત્તા પરથી હટાવી દીધી હતી. નવીન પટનાયક વર્ષ 2000 થી 2024 સુધી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા. તેઓ આ પદ પર 24 વર્ષ અને 98 દિવસ સુધી રહ્યા. તાજેતરની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ હવે ભાજપે મોહન માંઝીને મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. આ સાથે રાજ્યને લગભગ અઢી દાયકા બાદ નવા મુખ્યમંત્રી મળ્યા છે.


મોહન માંઝી દલિત સમુદાયમાંથી આવે છે અને તેમને મુખ્યમંત્રી બનાવીને ભાજપે પણ આ સમાજમાં પોતાની પકડ મજબૂત કરવાની દિશામાં પગલાં ભર્યા છે. માંઝી ઓડિશાની કેઓંઝર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. 52 વર્ષીય માંઝી ચાર વખત વિધાનસભા ચૂંટણી જીતી ચૂક્યા છે.