નવી દિલ્હીઃ દેશમાં અંદાજે 15 દિવસથી કોરોનાની સ્થિતિ જેમ છે તેમની છે. દરરોજ અંદાજે 40 હજાર નવા કેસ સામે આવી રહ્યા છે અને રોજ 500-1000 દર્દીના મોત થઈ રહ્યા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 38079 નવા કેસ સામે આવ્યા છે અને 560 લોકના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 38949 નવા કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 43916 લોકો કોરોનાથી ઠીક પણ થયા છે એટલે કે ગઈકાલે 6397 એક્ટિવ કેસ ઘટ્યા છે.
આ દરમિયાન આજે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ કોરોના પોઝિટિવ દર્દીના ટીબી (ક્ષય) રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સ્વસ્થ થયેલા તમામ ટીબી દર્દીઓનું કોરોના સ્ક્રીનિંગ કરવાની ભલામણ કરી છે.
કોરોના કુલ કેસ
હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 24 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાક 13 હજાર 91 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 2 લાખ 27 હજાર લોકો ઠીક થયા છે. મહામારીની શરૂઆતથી અત્યર સુધી કુલ 3 કરોડ 10 લાખ 64 હજાર હજાર લોકો સંક્રમિત થયા છે.
40 કરોડ જેટલા રસીના ડોઝ આપવામાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 16 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 96 લાખ 95 હજાર કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 42 લાખ 12 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 20 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.98 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.