Mokama Election Result 2025: બિહારમાં સવારથી ચાલી રહેલી મત બે કલાક પૂર્ણ થઇ ચૂક્યા છે, અને એનડીએ ગઠબંધન ફરી એકવાર સત્તાની નજીક જતુ દેખાઇ રહ્યું છે. મહાગઠબંધનની હાર લગભગ નક્કી થઇ રહી છે. આ બધાની વચ્ચે હૉટસીટ તરીકે ગણાતી મોકામા બેઠક પર રોચક જંગ જામ્યો છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે NDA આગળ વધી રહ્યું છે. આજે નક્કી થશે કે બિહારનું સિંહાસન કોણ મેળવશે.
અનંત સિંહ 11,055 મતોથી આગળબિહારમાં સૌથી હૉટ સીટ ગણાતી મોકામા બેઠક પર જબરદસ્ત જંગ જામ્યો છે. શરૂઆતથી જીતનો દાવો કરનારા અનંતસિંહ અત્યારે 11 હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યાં છે. મોકામા બેઠક પર સૂરજભાનના પત્ની વીણા દેવી, જેડીયુ ઉમેદવાર અનંત સિંહથી ૧૧,૦૫૫ મતોથી પાછળ છે. અત્યાર સુધીમાં મતગણતરીના સાત રાઉન્ડ પૂર્ણ થયા છે. જેડીયુ નેતા અનંત સિંહ મોકામા ટ્રેન્ડમાં આગળ છે. વીણા દેવીના ઘરે પણ ભોજનની વ્યવસ્થા ચાલી રહી છે. મોકામા ઉમેદવાર વીણા દેવીના ઘરે પણ ભોજનની વ્યવસ્થા છે, જ્યાં હજારો લોકો માટે ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અનંત સિંહના ઘરે લાખો રસગુલ્લા તૈયાર થઈ રહ્યા છેઅનંત સિંહના પટના સ્થિત ઘરે સતત એક ડઝન ચૂલા સળગી રહ્યા છે. લાખો રસગુલ્લા તૈયાર થઈ રહ્યા છે. ભોજનમાં પુરીઓ, શાકભાજી, ચોખા, દાળ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. લોકોના રહેવા અને સૂવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સમર્થકોનો દાવો છે કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે. તેમની જીતની અપેક્ષા છે. મોકામા સહિત બિહારભરમાંથી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
મોકામામાં રાજકારણ હિંસક બન્યુંબિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 6 નવેમ્બરના રોજ મોકામામાં મતદાન થયું હતું. આ પહેલા દુલારચંદ યાદવની હત્યા કરવામાં આવી હતી. આરોપો લગાવવામાં આવ્યા હતા કે JDU નેતા અને ઉમેદવાર અનંત સિંહે આ હત્યાનું આયોજન કર્યું હતું. તેમને આ કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. તેમના વિરોધી વીણા દેવી છે, જે RJD નેતા સૂરજ ભાનની પત્ની છે.