નવી દિલ્હી: સંસદમાં એરક્રાફ્ટ સંશોધન બિલ, 2020 પાસ કરવામાં આવ્યું છે. આ બિલ ભારતની વિમાન સુરક્ષા રેટિંગમાં સુધારો લાવવા અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (ડીજીસીએ) સહિત વિભિન્ને નિયામક સંસ્થાનોને કાયદાકીય દરજ્જો આપવા સંબંધિત છે. રાજ્યસભામાં વિમાન સુધારણા બિલ 2020ને ચર્ચા બાદ ધ્વનિ મતની પસાર કરવામાં આવ્યું છે.
દંડની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ કરવામાં આવી
આ બિલમાં દેશમાં દેશના સશસ્ત્ર દળોથી સંબંધિત વિમાનોને વિમાન કાયદા, 1934માંથી બહાર રાખવાની જોગવાઈ પણ છે. બિલમાં નવા નિયમોના ઉલ્લંઘન પર દંડની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. ઓ બિલ બજેટ સત્ર દરમિયાન લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું હતું
આ બિલને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓ - નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કાર્યાલય અને હવાઇ અકસ્માત તપાસ કાર્યાલયને વધુ અસરકારક બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન સંચાલનનું સલામતીના સ્તરને વધારવામાં મદદ મળશે.
એરક્રાફ્ટ સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં કરવા પર થશે એક કરોડનો દંડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Sep 2020 03:37 PM (IST)
આ બિલને લઈ નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે, ભારતમાં ત્રણ નિયમનકારી સંસ્થાઓ - નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કાર્યાલય અને હવાઇ અકસ્માત તપાસ કાર્યાલયને વધુ અસરકારક બનાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -