કોવિડની મહામારીમાં વેક્સિનને વાયરસથી બચવાનું અમોધશસ્ત્ર્ માનવામાં આવે છે. આ સ્થિતિમાં અમેરિકાની વેક્સિન કંપની મોર્ડનાના સીઇઓએ એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું કે, વાયરસથી બચવા માટે બે ડોઝ પૂરતા નહીં પરંતુ ત્રીજો બૂસ્ટર ડોઝ પણ લેવો જરૂરી 


 


કોવિડની મહામારીમાં વેક્સિનને વાયરસથી બચવાનું અમોધશસ્ત્ર્ માનવામાં આવે છે. કોવિડથી બચવા માટે કેન્દ્ર સરકાર તરફથી સતત વેક્સિન લેવાનો અનુરોધ કરવામાં આવે છે. જો કે અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે જણાવ્યું કે, કોવિડ વાયરસથી સંપૂર્ણ રક્ષણ માટે બે ડોઝ બાદ બૂસ્ટરનો એક ડોઝ લેવો પણ જરૂરી છે. 


કયારે તૈયાર થશે બૂસ્ટર ડોઝ?


અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે જણાવ્યું કે, કોવિડના આવનાર નવા વાયરસ સ્ટ્રેનથી બચવા માટે કોવિડનો ત્રીજો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. વેક્સિનના બંને ડોઝ જે આપવાામાં આવી રહ્યાં છે. તે એક ચોક્કસ સમય માટે જ વાયરસથી રક્ષણ આપી શકે છે. આ સ્થિતિમામં કોવિડ વાયરસથી સંક્રમણ વેક્સિનેટ લોકોમાં પણ થઇ શકે છે. આ સ્થિતિમાં અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે જણાવ્યું કે, કોવિડથી બચવા માટે અને ન્યૂ વેરિઅન્ટ રક્ષણ મેળવવા માટે બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. આ બૂસ્ટર ડોઝ મેના અંત એટલે કે જૂનના શરૂઆતના સપ્તાહમાં આવી શકે છે. 


કોને ન લેવો જોઇએ બૂસ્ટર ડોઝ
અમેરિકાની વેક્સિન કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે બૂસ્ટર ડોઝ કોને આપવો જોઇએ આ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. વૃદ્ધો લોકોને આ બૂસ્ટર ડોઝ ન આપવો જોઇએ પરંતુ બાળકો અને વયસ્કને આ બૂસ્ટર ડોઝ આપવો જોઇએ. કંપનીના સીઇઓએ સ્ટીફલ બેન્સલે ચેતાવણી આપતા કહ્યુ કે જો આ બૂસ્ટર ડોઝ આપવા મુદ્દે સજાગતા નહીં જોવા મળે તો આવનાર સમય વધુ પડકારરૂપ સાબિત થશે અને બૂસ્ટર ડોઝ સૌથી પહેલા હેલ્થ વકર્સને આપવો જોઇએ. તેમણે આ મુદ્દે ચેતાવણી આપતાં કહ્યું કે. જો આ ડોઝ સમયસર નહી અપાય તો ચોથી લહેર માટે પણ તૈયાર રહેવું પડશે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે.