Mother Dairy Hikes Milk Rate: સામાન્ય લોકોને નવા વર્ષની શરુઆત થાય તે પહેલા જ વધુ એક મોંઘવારીનો માર લાગ્યો છે. મધર ડેરીએ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે ડેરી વર્ષ 2022 માં દૂધના ભાવ 5 વખત વધારી ચૂકી છે. તાજેતરના વધારા પહેલાં માર્ચ, ઓગસ્ટ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.  મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં  દૂધના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર સુધી વધારાની જાહેરાત કરી છે. નવી કિંમતો આવતીકાલથી એટલે કે (મંગળવાર)થી લાગૂ થઈ જશે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રની મુખ્ય દૂધ વિક્રેતા મધર ડેરી તરફથી દૂધના ભાવમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો છે. મધર ડેરી દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં દરરોજ 30 લાખ લીટરથી વધુનું દૂધનું વેચાણ કરે છે. 






મધર ડેરીએ કહ્યું ફૂલ ક્રીમ દૂધનો ભાવ હવે 66 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે જ્યારે ટોંડ દૂધના નવા ભાવ 53 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. તો બીજી તરફ ડબલ ટોંડ દૂધના ભાવ વધાર્યા બાદ 47 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે.  જોકે કંપનીએ ગાયની દૂધની થેલી તથા ટોકનથી ખરીદવામાં આવતાં દૂધના ભાવ વધારવામાં આવ્યા નથી. મધર ડેરીએ આ ભાવ વધારા માટે દુધ ઉત્પાદક ખેડૂતો પાસેથી કરવામાં આવતી ખરીદી ખર્ચના વધારાને જવાબદાર ગણાવ્યો છે. કંપનીએ કહ્યું કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે દૂધ પ્રાપ્તિ ખર્ચ લગભગ 24 ટકા સુધી વધી ગયો છે. કંપનીએ કહ્યું કે દુધ ઉદ્યોગ માટે આ એક અપ્રત્યાશિત વર્ષ રહ્યું છે. અમને તહેવારો બાદ પ્ણ ગ્રાહકો અને સંસ્થાઓ બંને પાસેથી માંગમાં તેજી જોવા મળી રહી છે. તો બીજી તરફ કાચા દૂધની ખરીદી બાદ પણ તેજી પકડી શકી નથી.


સૌરષ્ટ્ર-કચ્છમાં થશે કોલ્ડવેવનો અહેસાસ


ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન આજે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવનો અહેસાસ થવાની આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી તાપમાનમાં ખાસ ફરક નહીં પડે. વાતાવરણમાં ભેજ હોવાને કારણે ત્રણ દિવસ બાદ ઠંડીથી આંશિક રાહત મળશે. 29 ડિસેમ્બરે એકથી બે ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની શક્યતા છે, પરંતુ ફરી એકવાર નવા વર્ષથી ઠંડીનું મોજું સમગ્ર રાજ્યમાં ફરી વળશે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી હોવાનું સામે આવ્યું છે.


ગુજરાતમાં ત્રણ દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધીમે-ધીમે પારો ગગડી રહ્યો છે, તેમ-તેમ લોકો ઠંડીથી ઠુંઠવાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે ઠંડી કચ્છના નલીયા વિસ્તારમાં અનુભવાઈ છે. અહીં ગઈ કાલે 4.2 ડીગ્રી સુધી પારો ગગડી ગયો હતો. ઠંડી શરૂ થતા જ લોકોએ ગરમ કપડા પહેરવાનું શરૂ કરી દેવું પડ્યું છે.