મઘ્યપ્રદેશમાં વિદિશામાં કુવામાં પડેલા બાળકને સલામત રીતે બહાર કાઢવાની કોશિશમાં લગભગ 30થી વધુ લોકો કૂવામાં પડી ગયા છે.


મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી 120 કિલોમીટર દૂર વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગુરૂવારે સાંજે મોટી દુર્ઘટના સર્જાઇ, લાલ પઠાર ગામમાં કુવામાં એક બાળક પડી જતાં તેને બચાવવા માટે લોકોની ભીડ જમા થઇ ગઇ આ સ્થિતિ 30થી વધુ લોકો અંદર પડી ગયા, જેમાંથી 19 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. જો કે હજું પણ અનેક લાપતા છે જ્યારે 4 લોકોના મોત થઇ ગયા છે.


ઘટનાના બાદ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ભોપાલથી બચાવ કાર્ય માટે રવાના કરાઇ હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે વાતચીત કરીને રેસ્ક્યૂ ઓપરેશન ઝડપથી કરવાના આદેશ આપ્યાં છે.


વિદિશાના જિલ્લા પ્રભારી વિશ્વાસ સારંગ પર મુખ્યમંત્રીના આદેશ બાદ ઘટનાસ્થળે પહોંચ્યાં હતા અને રેસ્ક્યૂની કામગીરીનું નીરિક્ષણ કરી રહ્યાં છે. આ દુર્ઘટના બાદ સહાય રકમની પણ જાહેરાત કરાઇ છે. મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને 50 હજાર રૂપિયાના અને  નિશુલ્ક ઇલાજની જાહેરાત કરી છે.


શું છે સમગ્ર ઘટના?


વિદિશાના લાલ પઠાર ગામમાં  સાંજે 6 વાગે 14 વર્ષનો કિશોર કૂવામાં પડી ગયો હતો. લગભગ 30 ફૂટ ઊંડા કૂવામાં 15 ફૂટ જેટલું પાણી છે. બાળકને બચાવવા માટે લોકોની ભીડ કૂવાની આસપાસ પહોંચી ગઇ હતી. કૂવાનો ઉપરનો ભાગ સિમેન્ટ સ્લેબથી ઢંકાયેલો  હતો. જો કે લોકોના વજનથી સ્લેબ તૂટી ગયો અને કૂવામાં ઘસી ગયો. આ કારણે 30થી વધુ લોકો કૂવામાં પડી ગયા અને જેમાંથી 14 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યાં છે. તો 4 લોકોના મૃતદેહ મળ્યાં છે. રાત્રે 11 વાગે રાહત બચાવ માટે કામ લાગેલ ટ્રેકટર પણ જમીનમાં ઘસી ગયું. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના આદેશ બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે તપાસના આદેશ આપ્યાં છે.