Mulayam Yadav Health Update: ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અને સપાના વરિષ્ઠ નેતા મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહને રૂમમાંથી ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સ મુલાયમ સિંહના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે.  અખિલેશ યાદવ લખનૌથી દિલ્હી જવા રવાના થયા છે. શિવપાલ સિંહ યાદવ પણ દિલ્હીમાં હાજર છે.






લોકો પરિવર્તન માંગે છે, 2022 ભાજપની છેલ્લી દિવાળી હશેઃ રાઘવ ચઢ્ઢા


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ અને આપના ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસે છે.  રાઘવ ચઢ્ઢાએ કહ્યું, આજે પરમપૂજ્ય બાપુની પવિત્ર ધરતી પર, દાંડીની પવિત્ર માટીને હાથમાં લઇ અમે શપથ લઈએ છીએ કે આજથી અમે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત કરીશું. ગુજરાતે હંમેશા ભારત દેશને રાહ બતાવી છે. સાબરમતીના સંત મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લઇ અમે ગુજરાત પરિવર્તન સત્યાગ્રહની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગુજરાતમાં આપ સરકાર બનશે એટલે વીજળી પાણી મફત મળશે. 75 વર્ષમાં જે ભારત નથી બન્યું એ હવે આપ બનાવશે. સ્વચ્છ ઈમાનદાર લોકોની જરૂર છે. આઈબીના રિપોર્ટમાં આપની સરકાર બનવા જઇ રહી છે. કોંગ્રેસની 10 સીટ પણ નહીં. આવે. બધા લોકો મળીને ઝાડુના સિમ્બોલ પર આપણી સરકાર બનાવશે. લોકો હવે પરિવર્તન  માંગે છે, અરવિંદ કેજરીવાલ મોડલને આપનાવવા માંગે છે. આ ઉપરાંત તેમણે કહ્યું, પરિવર્તન લાવે છે, અરવિંદ કેજરીવાલ આવે છે. 2022માં ભાજપની છેલ્લી દિવાળી હશે. કાલે અંગેજોની જે હુકુમત છે એ પરિવર્તન કરવાની જરૂર છે.


ગુજરાત ચૂંટણીને લઈ કેજરીવાલે શું કર્યો દાવો ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો હજુ જાહેર નથી થઈ ત્યાં રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. હાલ દિલ્હી સીએમ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.  વિધાનસભા 71 ગ્રામ્યના કાર્યકરો અને શહેરના આગેવાનો કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. વિધાનસભાનો ચૂંટણી પહેલા આપને નેતાઓ સૌરાષ્ટ્રમાં સક્રિય થયા છે.  કેજરીવાલ એ કહ્યું સુત્રોના હવાલે થી આઇ.બી નો એક સર્વે આવ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. ભાજપનો એક જ પ્રયાસ કોંગ્રેસના કોઈપણ રીતે મજબૂત કરવી..ભાજપ એ કોંગ્રેસને જવાબદારી આપી જેટલા વોટ લેવા હોય એટલા આમ આદમી પાર્ટીના લઈ લો. ગુજરાતમાં કોંગ્રેસની 10થી વધુ સીટો નહીં આવે તેવો દાવો તેમણે કરી કહ્યું, ગુજરાતના લોકો બદલાવ અને પરિવર્તન માટે વોટ આપશે.