Mumbai: નોકરીના નવમા દિવસે જ ડ્રાઇવર બન્યો 'યમરાજ', 50 લોકોને કચડ્યા, છનાં મોત
મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. બેસ્ટની બેકાબૂ બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા
મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. બેસ્ટની બેકાબૂ બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા. તાજેતરની માહિતી અનુસાર, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 49થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બેકાબૂ બનેલી બસે અનેક વાહનો અને રાહદારીઓને કચડ્યા હતા. કુર્લામાં અકસ્માત સ્થળ પરથી તાજી તસવીરો સામે આવી છે. એક રિપોર્ટ અનુસાર, બસની બ્રેક ફેઇલ થતાં અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેસ્ટની બસ કુર્લા રેલવે સ્ટેશનથી સાકીનાકા તરફ જઈ રહી હતી.
STORY | Mumbai BEST bus crash: Death toll rises to 6; 43 others injured
— Press Trust of India (@PTI_News) December 10, 2024
READ: https://t.co/wyZXpO4ejj
(PTI Photo) pic.twitter.com/gtuTixmVYV
બેસ્ટની બસ અડફેટે રીક્ષા, ટુ- વ્હીલર, પોલીસ વાન સહિતના વાહનોને નુકસાન થયું છે. અકસ્માત સમયે બસમાં 60થી વધુ લોકો સવાર હોવાનું પ્રાથમિક તારણ છે. અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્તોમાં 3 પોલીસ કર્મી અને 1 PSIનો પણ સમાવેશ છે. અકસ્માત બાદ પોલીસે બસ ચાલક સંજય મોરેની અટકાયત કરી છે. કુર્લા બસ દુર્ઘટનામાં મુંબઈ પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આરોપી ચાલક સંજય મોરેને બસ ચલાવવાનો અનુભવ ન હોવાનો પણ ખુલાસો થયો હતો. આરોપી ડ્રાઇવર હજુ 1 ડિસેમ્બરના રોજ કોન્ટ્રાકટ પર રખાયો હોવાનો ખુલાસો થયો છે.
મુંબઈમાં કુર્લા બસ દુર્ઘટનામાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને બસ ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. તે પહેલીવાર બસ ચલાવી રહ્યો હતો. આ પહેલા તે હળવા વાહનો એટલે કે કાર-વાન ચલાવતો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને બેસ્ટ દ્વારા કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યો હતો. તે 1 ડિસેમ્બરથી ફરજ પર હાજર થયો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે એવી આશંકા છે કે બસની બ્રેક ફેલ થવાને કારણે આ ઘટના બની છે. અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એલ વોર્ડની સામે એસજી બર્વે રોડ પર બસે અનેક વાહનોને કચડી નાખ્યા હતા.
બસે અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. આ બસ અકસ્માત રાત્રે 9.50 વાગ્યે થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બસ કુર્લાથી અંધેરી જઈ રહી હતી ત્યારે આંબેડકર નગરની બુદ્ધ કોલોની પાસે કાબૂ બહાર થઈ ગઈ હતી. ઘાયલોને ભાભા અને સાયન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલમાં 27 લોકોની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
બસ દુર્ઘટના અંગે માહિતી આપતા શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેએ જણાવ્યું કે, કુર્લા સ્ટેશનથી નીકળી રહેલી બસની બ્રેક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ડ્રાઈવર ગભરાઈ ગયો અને તેણે બ્રેક દબાવવાને બદલે એક્સીલેટર દબાવ્યું અને બસની સ્પીડ વધી ગઈ હતી. તે બસ પર કાબૂ ન રાખી શક્યો અને 30-35 લોકોને ટક્કર મારી હતી.
Mumbai BEST Bus Accident : મુંબઈમાં બેસ્ટ બસે લોકોને કચડ્યા, 5ના મોત, 20થી વધુ ઘાયલ; મચ્યો હાહાકાર