મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેઈલ થઈ જતા કન્ટેનર હોટલ સાથે અથડાઈને ભયાનક અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ ભયાનક અકસ્માતમાં 15થી 20લોકો ઘાયલ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. 



મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. આ અકસ્માત આ ગામ પાસે બપોરે 12 વાગ્યાની આસપાસ થયો હતો. એક કન્ટેનર હાઈવે પર જઈ રહ્યું હતું ત્યારે તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને તે સીધું હોટલમાં ઘુસી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15 થી 20 લોકો ઘાયલ થયા હતા. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.






કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી


પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે સીધું જ રોડની બાજુની હોટલમાં ઘૂસી ગયું હતું. આ પહેલા આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 12 થયો છે. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.


મૃત્યુઆંક હજુ વધવાની આશંકા 


કેન્ટનર હોટલમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે હોટલની બહાર અન્ય ઘણા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા. હોટલમાં પ્રવેશતી વખતે કન્ટેનર પણ તે વાહનોને અથડાયું હતું. આ અકસ્માતમાં ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ અકસ્માત દરમિયાન કન્ટેનરની સ્પીડ લગભગ 80 કિમી પ્રતિ કલાકની હશે. કન્ટેનર પર બેલાસ્ટ લોડ કરવામાં આવ્યું હતું.લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.  ત્યાર બાદ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ક્રેનની મદદથી કન્ટેનરને હટાવી લેવામાં આવ્યું. આ દુર્ઘટનામાં હોટલ સંપૂર્ણપણે નાશ પામી હતી.