મુંબઈ:  મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1411 નવા કેસ નોંધાયા છે, જ્યારે 11 લોકોના મોત થયા છે. છેલ્લા બે દિવસ સુધી આ આંકડો 1400થી ઓછો હતો, પરંતુ ફરી એકવાર કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ચેપગ્રસ્ત લોકોમાંથી 187 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે શહેરમાં સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 12187 છે. સારી વાત એ છે કે આ સમયે મુંબઈમાં એક પણ સક્રિય કન્ટેઈનમેન્ટ ઝોન નથી. જ્યારે 13 ઈમારતોને ઈન્ફેક્શનના કારણે સીલ કરવામાં આવી છે. મુંબઈમાં હાલમાં 37577 પથારીમાંથી 2434 પથારી ઉપયોગમાં છે, જ્યારે બાકીના ખાલી છે.

છેલ્લા કેટલાક દિવસોના આંકડા પર એક નજર

23 જાન્યુઆરી: 2,550 પોઝિટિવ કેસ મળી આવ્યા, જ્યારે 13 લોકોના મોત થયા.

24 જાન્યુઆરી : 1,857 પોઝિટિવ કેસ મળી આવ્યા, જ્યારે 11 લોકોના મોત થયા.

25 જાન્યુઆરી : 1,815 પોઝિટિવ કેસ મળી આવ્યા, જ્યારે 10 લોકોના મોત થયા.

26 જાન્યુઆરી: 1,858 પોઝિટિવ કેસ મળી આવ્યા, જ્યારે 13 લોકોના મોત થયા.

27 જાન્યુઆરી : 1,384 પોઝિટિવ કેસ મળી આવ્યા, જ્યારે 12 લોકોના મોત થયા.

28 જાન્યુઆરી : 1,312 પોઝિટિવ કેસ મળી આવ્યા, જ્યારે 10 લોકોના મોત થયા.

મૃત્યુઆંકમાં કોઈ ઘટાડો થયો નથી

મુંબઈમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ મોતનો આંકડો ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 7 દિવસમાં ચેપને કારણે 80 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બાબતે BMCનું કહેવું છે કે જે લોકો મૃત્યુ પામી રહ્યા છે તેઓ કોરોના સિવાય અન્ય બીમારીઓથી પણ પીડિત હતા. આગામી દિવસોમાં મૃત્યુઆંક પણ ઘટશે.

ગુજરાતમાં કોરોનાના કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11974  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 98021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 285 લોકો વેન્ટીલેટર પર છે. 97736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1036156 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10408 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 21655  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.53 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  33 મોત થયા. આજે 2,13,681 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3990, વડોદરા કોર્પોરેશનમાં 1816, રાજકોટ કોર્પોરેશનમાં 716, સુરત કોર્પોરેશનમાં 511, વડોદરામાં 441, સુરતમાં 368,  ગાંધીનગર કોર્પોરેશનમાં 326,  મહેસાણા 313, પાટણ 280, રાજકોટ 266, કચ્છ 263, જામનગર કોર્પોરેશનમાં 214,ભરુચ 207, ભાવનગર કોર્પોરેશનમાં 203,  બનાસકાંઠા 191, ગાંધીનગર 161, આણંદ 151, વલસાડ 151, ખેડા 140, મોરબી 121, સાબરકાંઠા 121, નવસારી 116, સુરેન્દ્રનગર 91, જામનગર 88, અમદાવાદ 76, પંચમહાલ 75, તાપી 53, મહીસાગર 40, દાહોદ 39, જૂનાગઢ 39, જૂનાગઢ કોર્પોરેશન 33, અમરેલી 31, ગીર સોમનાથ 31, ભાવનગર 27, નર્મદા 24, દેવભૂમિ દ્વારકા 22, છોટા ઉદેપુર 16, અરવલ્લી 15, ડાંગ 12, બોટાદ 10 અને પોરબંદર 6 કેસ નોંધાયા છે.