Mumbai News: મુંબઈના મીરા રોડમાં ક્રિકેટ રમતા એક યુવકના મોતની ઘટના સામે આવી છે. કાશ્મીરા વિસ્તારમાં એક મેદાનમાં બોક્સ ક્રિકેટ રમતી વખતે યુવકને હાર્ટ એટેક આવ્યો અને તે નીચે પડી ગયો. આ તમામ ઘટના  કેમેરામાં કેદ થઈ  છે. કાશીગાંવ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.


એક કંપની દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કંપનીના યુવાનો એકબીજા સામે ક્રિકેટ રમતા હતા. તે સમયે યુવક એક બોલને જોરથી મારતો જોવા મળે છે, ત્યારબાદ તે નીચે પડી જાય છે. ખેલાડી નીચે પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય ખેલાડીઓ તેની તરફ દોડે છે.






વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક જોરથી બોલને ફટકારે છે. થોડીક સેકન્ડ પછી જમીન પર પડી જાય છે. કાશીગાંવ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ખેલાડી નીચે પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય ખેલાડીઓ તેની તરફ દોડે છે. હાલ કાશીગાંવ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રમાં ક્રિકેટ મેચ દરમિયાન મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. આ મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું ન હતું. પુણેમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા 11 વર્ષના છોકરાનું ગુપ્તાંગમાં બોલ વાગવાથી મોત થયું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. જ્યારે ખેલાડીને બોલ વાગે છે ત્યારે તે બેભાન થઈ જાય છે.


આ પછી તેના મિત્રો મદદ માટે તેની પાસે જાય છે અને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરે છે. બાદમાં તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.


જાન્યુઆરી 2024માં મુંબઈમાં ક્રિકેટ મેચ દરમિયાન મોતના સમાચાર પણ સામે આવ્યા હતા. માટુંગામાં ક્રિકેટ મેચ દરમિયાન માથા પર બોલ વાગવાથી 52 વર્ષીય વેપારીનું મોત થયું હતું. આ મેચ માટુંગા જીમખાના દાદકર મેદાનમાં રમાઈ હતી.