મુંબઈ: દક્ષિણ મુંબઈમાં સાત માળની બિલ્ડિંગમાં શુક્રવારે આગ લાગી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે કેટલાક લોકો બિલ્ડિંગમાં ફસાયા હોવાની શક્યતા છે. મસ્જિદ બંદર ઉપનગર ટ્રેન સ્ટેશનની પાસે સાત માળની આ રહેણાંક બિલ્ડિંગ છે.



અધિકારીએ જણાવ્યું કે બપોરે બે વાગ્યે આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ છે.