Continues below advertisement

Mumbai Fire:શહેરના ગોરેગાંવ વિસ્તારમાં સવારે 3 વાગ્યે એક ઘરમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરી. જોકે, ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આગ કાબુમાં આવી ગઈ હતી. જોકે, આ આગમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. મૃતકો ત્રણેય એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ ગ્રાઉન્ડ અને પહેલા માળે વીજળીના વાયર અને ઘરવખરીની વસ્તુઓ સુધી મર્યાદિત હતી. હાલમાં, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

સવારે ૩:૦6 વાગ્યે જાણ કરવામાં આવી

Continues below advertisement

અધિકારીઓએ શનિવારે સવારે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આગ લાગવાની જાણ કરી હતી. ભગતસિંહ નગરમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી, જેમાં એકપરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. અસરગ્રસ્ત એક માળની ઇમારત રાજારામ લેન પર આવેલી છે. મુંબઈ ફાયર બ્રિગેડને સવારે ૩:૦6 વાગ્યે આગ લાગવાની જાણ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ ગ્રાઉન્ડ અને પહેલા માળે ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઘરગથ્થુ વસ્તુઓ સુધી મર્યાદિત હતી. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં સ્થાનિક રહેવાસીઓએ પાણીની ડોલથી આગને કાબુમાં લીધી હતી.                                                                                                                              

દાઝી જવાથી ત્રણ લોકોના મોત

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ વીજ પુરવઠો કાપી નાખ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા પછી ઘરમાંથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્રણેયને તાત્કાલિક ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ હર્ષદા પાવસ્કર (૧૯), કુશલ પાવસ્કર (૧૨) અને સંજોગ પાવસ્કર (૪૮) તરીકે થઈ છે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.