PF Fraud: ભવિષ્યની જરૂરિયાતોને કામ આવી શકે એટલા માટે કર્મચારીઓનો પગારનો કેટલોક ભાગ પ્રૉવિડન્ડ ફન્ડ (PF) તરીકે કાપવામાં આવે છે. પરંતુ મુંબઇના અંધેરી વિસ્તારમાંથી PFના નામ પર છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સિક્યૂરિટી ગાર્ડનુ કામ કરનારા કર્મચારીઓના પગારમાંથી PFના પૈસા તો કાપવામાં આવ્યા પરંતુ તે પૈસાને PF કાર્યાલયમાં જમા જ ન કરાવવામાં આવ્યા.
પોલીસ અનુસાર, PFના નામ પર કાપવામાં આવેલી આ રકમ એક કરોડથી વધુની છે. ઓશિવારા પોલીસે આ મામલામાં આરોપી વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 406 અને 34 અંતર્ગત કેસ નોંધી લીધો છે અને તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસ અનુસાર, આ સિક્યૂરિટી ગાર્ડ, 'એજાઇલ સિક્યૂરિટી ફોર્સ એન્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમીટેડ' નામની કંપની માટે કામ કરતા હતા. કંપની તરફથી તેમને બેન્ક ઓફ બરોડામાં ડ્યૂટી પર લગાવવામાં આવ્યા હતા. આ સિક્યૂરિટી ગાર્ડનો પગારમંથી એપ્રિલ 2017 થી લઇને માર્ચ 2021 સુધી PF ના નામ પર પૈસા તો કાપવામાં આવ્યા પર તેને પ્રૉવિડન્ટ ફન્ડની ઓફિસમાં જમા જ ના કરાવવામાં આવ્યા
PFના નામથી કાપી એક કરોડ 3 લાખથી વધુની રકમ-
ઓશિવારા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સંજય બેન્ડાલેએ બતાવ્યુ કે - અમારી પાસે PF ઓફિસના એક અધિકારીએ આ વાતની ફરિયાદ કરી, ત્યારબાદ તે ફરિયાદના આધાર પર અમે સતનામ મેની નામના શખ્સ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.
જાણકારી અનુસાર આરોપી વ્યક્તિએ આ સિક્યૂરિટી ગાર્ડના પગારમાંથી લગભગ એક કરોડ 3 લાખથી વધુની રકમ PFના નામથી કાપી હતી. આરોપીએ આ રકમને પોતાના પર્સનલ કામ માટે વાપરી હતી. પોલીસ હવે આ કેસની તપાસ કરી રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ રકમનો ઉપયોગ કયા કામ માટે કરવામાં આવ્યો છે.