Mumbai Rain : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂ થયો છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાએ સોમવારે (26 મે) મુંબઈમાં દસ્તક આપી દીધી છે. ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતાં 15 દિવસ વહેલું આવી ગયું છે. IMD અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈમાં 75 વર્ષમાં આવું બન્યું છે. સમય પહેલા જ મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ ચોમાસું 26 મેના રોજ મુંબઈમાં પહોંચ્યું હતું. છેલ્લા 75 વર્ષમાં આ સમય કરતાં વહેલું આવ્યું છે. તેમણે કહ્યું કે મુંબઈમાં ચોમાસાના આગમનની તારીખ 11 જૂન હતી, પરંતુ તે પહેલાં જ રાજ્યમાં ચોમાસાનું પ્રવેશ થઈ ગયું હતું.
ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આ દરમિયાન, IMDના પુણે વિભાગના વડા એસ.ડી. સનપે જણાવ્યું હતું કે, "મુંબઈ, પુણે અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો સહિત મહારાષ્ટ્રમાં ચોમાસુ આવી ગયું છે. ચોમાસાની રેખા મુંબઈથી પૂર્વ તરફ પુણે અને સોલાપુર થઈને વિસ્તરે છે. આગામી બે દિવસ સુધી આવી જ હવામાન પરિસ્થિતિઓ રહેવાની ધારણા છે, ત્યારબાદ તીવ્રતા થોડી ઓછી થઈ શકે છે. કોંકણ અને ગોવાના મોટાભાગના જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ પર છે, અને ઘાટ વિસ્તારો પણ આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ પર રહેશે."
અમે સંપૂર્ણ સતર્ક છીએ - એકનાથ શિંદે
મુંબઈમાં ભારે વરસાદ અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, "મુંબઈમાં ભારે વરસાદ માટે 'રેડ' એલર્ટ જારી કરવામાં આવ્યું હોવાથી અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ જાનહાનિ ન થાય. અમે એલર્ટ મોડ પર છીએ."
સોમવારે સવારથી મુંબઈમાં વરસાદનો કહેર યથાવત છે. સવારે 9 થી 10 વાગ્યાની વચ્ચે માત્ર એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશન પર નોંધાયો હતો, જ્યાં 104 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત એ વોર્ડ ઓફિસ ખાતે 86 મીમી, કોલાબા પમ્પિંગ સ્ટેશન ખાતે 83 મીમી અને મ્યુનિસિપલ હેડ ઓફિસ ખાતે 50 મીમી વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં ચોમાસુ 12 દિવસ વહેલું આવી ગયું છે. આ સાથે, એક-બે દિવસમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે.
હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરી શક્યતા છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે.