Nagpur News: મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં વિસ્ફોટ થયો છે. નાગપુરના ધામના વિસ્તારમાં આવેલી ચામુંડા ગનપાઉડર કંપનીમાં મોટા વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે.જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. 


ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના નાગપુર શહેર નજીક વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10  કામદારો ઘાયલ થયા હતા, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. પોલીસે આ જાણકારી આપી છે.






પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે આ ઘટના અહીંથી લગભગ 25 કિલોમીટર દૂર હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધમના ગામમાં ચામુંડી એક્સપ્લોઝિવ પ્રાઈવેટ લિમિટેડમાં બની હતી. એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બપોરે 1 વાગ્યાની આસપાસ થયો જ્યારે કામદારો વિસ્ફોટક સામગ્રી પેક કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ સંબંધમાં વિગતવાર માહિતી હજુ સુધી મળી નથી.






હવે આ મામલે નાગપુર પોલીસ કમિશનરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ધામનામાં વિસ્ફોટકો બનાવવાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જો કે, શરદ પવાર જૂથના NCP-SCP નેતા અનિલ દેશમુખ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


નાગપુરના પોલીસ કમિશનર રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે, "આ વિસ્ફોટ ચામુંડા વિસ્ફોટક ફેક્ટરીમાં આજે બપોરે 1 વાગ્યે થયો હતો. વધુ તપાસ ચાલી રહી છે."  


અકસ્માતની માહિતી મળતા જ શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે કહ્યું કે આ ઘટના ધામના ગામ પાસે ગનપાઉડર બનાવવાની ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટક વિભાગની એક ટીમ અહીં છે અને વધુ તપાસ ચાલી રહી છે.