નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેઓ આજે NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપતિએ નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. 9 જૂને સાંજે શપથગ્રહણ સમારોહ યોજાશે. રાષ્ટ્રપતિએ નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. 






ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ત્રીજી વખત બહુમતી મેળવી છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જો કે, ભાજપ એકલા બહુમતીના આંક (272)ને સ્પર્શી શક્યું ન હતું અને માત્ર 240 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 234 બેઠકો મળી છે. 


કેન્દ્ર સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધતા કહ્યું કે છેલ્લા 10 વર્ષની જેમ આ વખતે પણ દેશવાસીઓ નિરાશ નહીં થાય. કોઈપણ કાર્યને પૂર્ણ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં. જે રીતે પહેલાની સરકાર ચાલતી હતી તે જ રીતે આ સરકાર પણ ચાલશે.દેશના લોકોએ ત્રીજી વખત સેવા માટે આદેશ આપ્યો છે. 


તેમણે કહ્યું, "હું દેશવાસીઓને ખાતરી આપું છું કે 18મી લોકસભામાં પણ અમે તે જ ગતિ અને એટલી જ તાકાતથી દેશની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં કોઈ કસર છોડીશું નહીં. આજે સવારે એનડીએની એક બેઠક યોજાઈ હતી. તમામ સાથીઓએ ફરી મને પસંદ કર્યો છે. આ વિશે રાષ્ટ્રપતિને મે જાણ કરી. તેમણે મને બોલાવ્યો અને પ્રધાનમંત્રી ઉમેદવારના રુપમાં કામ કરવા માટે ડ્યૂટી આપી છે. મંત્રિપરિષદ સદસ્યની યાદી માટે સૂચિત કરવામાં આવ્યા છે. 


'2014માં નવો હતો, હવે મને અનુભવ છે'


આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે, "હું 2014માં નવો હતો. હવે મને લાંબા સમયથી અનુભવ મળ્યો છે. હવે અમારા માટે કામને તરત જ આગળ વધારવામાં સરળતા રહેશે. આ અનુભવ દેશની સેવામાં ફાયદાકારક સાબિત થશે. આ 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતની વૈશ્વિક છબી ઉભરી આવી છે. 


નરેન્દ્ર મોદીએ કહ્યું, "દુનિયા અનેક સંકટ, તણાવ અને આફતોમાંથી પસાર થઈ રહી છે. આ બધી સમસ્યાઓ વચ્ચે આપણે આપણી જાતને બચાવવી પડશે અને આગળ વધવું પડશે. આપણે ભારતીયો આટલા મોટા સંકટ વચ્ચે સૌથી ઝડપી ગતિએ આગળ વધવાના છીએ. "