coronavirus:નિષ્ણાતના મત મુજબ કોરોનાની સંભવિત ત્રીજી લહેર બાળકો પર વધુ અસરકાર સાબિત થઇ શકે છે. ત્રીજી લહેરમાં બાળકો પર થનાર સંભવિત અસરને જોતા તેના માટે ઘણી તૈયારીઓ કરવાની જરૂર છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ડબ્લ્યૂએચઓના પ્રમુખ વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથનના મુજબ ભારતમાં તૈયાર કરવામાં આવી રહેલી નાકથી આપવાનની કોવિડ-19 વેક્સિન બાળકો માટે ગેઇમ ચેન્જર સાબિત થઇ શકે છે. આ વેક્સિન 2022માં તૈયાર થઇ જાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જો કે એકસ્પર્ટનાં મત મુજબ વેક્સિન કારગર સાબિત થઇ શકે.
બાળકોની ડોક્ટર સ્વામીનાથનના કહ્યાં મુજબ" ભારતમાં જે નાકથી આપવાની વેક્સિન પર કામ થઇ રહ્યો છે, તે બાળકો માટે ગેઇમ ચેન્જર સાબિત થઇ શકે છે. તેને સરળતાથી લગાવી શકાશે. આ વેક્સિન ફેફસાંમાં ઇમ્યુનિટી પ્રદાન કરશે. તેમણે કહ્યું કે, મને આશા છે કે, બહુ જલ્દી બાળકો માટેની વેક્સિન આપણી પાસે હશે. જો કે આ વર્ષે તેની આવવાની સંભાવવાના નહી ના બરાબર છે"
સૌમ્યા સ્વામીનાથનું માનવું છે કે, "જ્યાં સુધી બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ નહી થાય ત્યાં સુધી વ્યસ્કો અને શિક્ષકોને વેક્સિનેટ કરવા જરૂરી છે. જેથી સ્કૂલ ખોલી જાય તો પણ બાળકોના સંક્રમણ શક્યતા ઓછી રહે. આપણે સ્કૂલો ખોલતા પહેલા સામુદાયિક સંક્રમણની શક્યતા પુરી રીતે ખત્મ કરવી પડશે. આ માટે આપણે દેશના બધા જ શિક્ષકોને વેક્સિનેટ કરીશું તો તે આ દિશામાં બહુ મોટું પગલું હશે"
શું બાળકો પર છે જોખમ?
વિશષજ્ઞોનું માનવું છે કે, કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો તેની ઝપેટમાં સૌથી વઘુ આવી શકે છે. કારણ કે ત્રીજી લહેર સુધીમાં દેશના વધુમાં વધુ લોકો વેક્સિનેટ થઇ ગયા હશે. આ સ્થિતિમાં વયસ્ક બાળકોની તુલનામાં વધુ સુરક્ષિત હશે,.તો બીજી તરફ બાળકો માટે હજુ સુધી કોઇ વેક્સિન નથી બની શકી.
9 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.