નાસિકઃ દેશમાં એક તરફ ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના નાસિકમાં એક મોટી દુર્ઘટના થઈ છે. આજે જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થવાથી હડકંપ મચ્યો હતો. દુર્ઘટનામાં 22 દર્દીના મોત થયા હતા. ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું.


નાસિકના કલેકટર સૂરજ માંઢેરે આપેલી જાણકારી મુજબ 22 લોકોના મોત થયા છે. તંત્રના કહેવા મુજબ, લીકેજના કારણે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવ્યો હતો. જેના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીના મોત થયા હત. હવે તંત્ર દ્વારા લીકેજની તપાસ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બની ત્યારે હોસ્પિટલમા 171  દર્દી હતા.



પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થવાના કારણે બનેલી ઘટથી દિલ દ્રવી ઉઠ્યું છે. લોકોના મોતને લઈ દુઃખ છે. આ સંકટના સમયમાં પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.



અમતિ શાહે ટ્વિટ કરીને લખ્યું, દુઃખદ સમાચાર સાંભળીને વ્યથિત છું. જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવદેના વ્યક્ત કરુ છું.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 56 લાખ 16 હજાર 130


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039


કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538


કુલ મોત - 1 લાખ 82 હજાર 553


 13 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.