Lok Sabha elections 2024 : ભાજપે આજે લોકસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો કમિટીની જાહેરાત કરી છે. આ યાદીમાં એવા ઘણા નેતાઓના નામ સામેલ છે જેઓ અન્ય પક્ષોમાંથી તાજેતરમાં ભાજપમાં જોડાયા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ સમિતિની જાહેરાત કરી છે. રાજનાથ સિંહ આ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ છે અને નિર્મલા સીતારમણને કન્વીનર બનાવવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલને આ મેનિફેસ્ટો કમિટીના સભ્ય બનાવાયા છે. 


આ સમિતિમાં વિવિધ રાજ્યોના 27 સભ્યોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના પિયુષ ગોયલને સહ-સંયોજક બનાવવામાં આવ્યા છે. સાથે જ તેમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ પણ સામેલ છે.






કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટોનીને પણ આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે. બિહારમાંથી રવિશંકર પ્રસાદ અને સુશીલ મોદીને સભ્ય બનાવવામાં આવ્યા હતા. ઓપી ધનખર અને મનજિંદર સિંહ સિરસાને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી વિનોદ તાવડેને પણ સ્થાન આપવામાં આવ્યું છે.  બિહારમાંથી રવિશંકર પ્રસાર અને સુશીલ કુમાર મોદીને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે.  


 


આ 7 તબક્કામાં યોજાશે મતદાન










  • દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.

  • પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.

  • બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશમાં લોકસભાની 89 બેઠકો પર ચૂંટણી યોજાશે. 

  • ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.

  • ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.

  • સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.