Haryana and Jammu Kashmir Election Results 2024: નેશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ અને નેશનલ કૉન્ફરન્સના ગઠબંધનની લીડ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે પીડીપી સાથે કોઈપણ સંભવિત ગઠબંધનની વાત પણ કરી હતી.


જ્યારે પીડીપી સાથે ગઠબંધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, "ના તો અમે તેમની પાસે કોઇ સમર્થન માંગ્યુ છે અને આ તો અમને કોઇ સમર્થન મળ્યુ છે... પરિણામ આવવા દો. ખબર નથી અમે એટલા ઉતાવળા કેમ થઇએ, પરિણામ આવવા દો, અત્યારે કોઇની પાસે આંકડા નથી. અત્યારે અમને તેમના સમર્થનની જરૂર નથી. પરિણામ આવ્યા બાદ અમે વિશ્લેષણ કરીશું."


પાંચ સભ્યોના નૉમિનેટ પર કહી આ વાત 
ઓમર અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે અમારી જનતાની સરકાર બનશે. ભાજપ દ્વારા વિધાનસભામાં 5 સભ્યોની નૉમિનેશન પર તેમણે કહ્યું કે સરકાર બનવા દો અને ત્યાર બાદ એલજી સાહેબે ચૂંટાયેલી સરકાર મુજબ તે સભ્યોની પસંદગી કરવી જોઈએ. જ્યારે તેમને તેમની જીત વિશે પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે જોઈ રહ્યા છો કે તેઓ આગળ છે તો તેમણે કહ્યું કે હું ટ્રેન્ડ અને એક્ઝિટ પોલ પર વિશ્વાસ નથી કરતો. ગત વખતે હું લોકસભાની ચૂંટણીમાં આગળ હતો, પરંતુ એક કલાક પછી હું ઘરે ગયો ત્યાં સુધીમાં બધું બદલાઈ ગયું હતું. તેથી હું લંચ પછી વાત કરીશ.






જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ થઇ રહી છે વિધાનસભા ચૂંટણી 
જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ 3 તબક્કામાં મતદાન થયું હતું. આ વખતે નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડ્યા હતા, જ્યારે મહેબૂબા મુફ્તીની પીડીપી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એકલા હાથે લડી રહી છે. બધાની નજર આ ચૂંટણી પર છે કારણ કે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી છે અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન જીતનો દાવો કરી રહ્યું છે.


આ પણ વાંચો


Assembly Election Results: હરિયાણામાં બાજી પલટાઇ... માત્ર 100 મિનીટમાં વલણોમાં કોંગ્રેસ-ભાજપ બરાબરી પર