મુંબઈ: નેશનલ કન્ઝ્યૂમર કમિશનના એક બિલ્ડર પર 47.6 લાખનો દંડ કર્યો છે. આ દંડ તેને નવી મુંબઈની એક વ્યક્તિને આપવો પડશે જેને 1000 સ્કવેયર ફૂટ ફ્લેટ ખરીદવા માટે બિલ્ડરને 8.2 લાખ રૂપિયા આપ્યા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે,  25 વર્ષ પહેલા 8 લાખ રૂપિયા આપ્યા બાદ પણ બિલ્ડરે આરકે સિંઘલને ફ્લેટ ન આપ્યો. કમિશને બિલ્ડરને આપવામાં આવેલા 8.2 લાખ રૂપિયા અને 11 ટકા વ્યાજ સહિત 39.4 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.


આયોગે કહ્યું, 'Sudradh Constructions Pvt Ltd ને આદેશ આપવામાં આવે છે કે તેઓ 45 દિવસની અંદર ફરિયાદકર્તાને 47.6 લાખ રૂપિયા ચૂકવે. આરકે સિંઘલ રાજ્ય ઉપભોક્તા ફોરમના આદેશ બાદ 2015માં Sudradh Constructions Pvt Ltd ની વિરૂદ્ધમાં નેશનલ કન્ઝ્યૂમર ફોરમ પહોંચ્યા હતા.

આરકે સિંઘલે ઉપભોક્તા ફોરમમાં ફરિયાદ કરી હતી એટલે તેમને 2014માં બનીને તૈયાર થયેલા ફ્લેટનું પઝેશન ન આપવામાં આવ્યું. આયોગે માન્યું કે રાજ્ય ઉપભોક્તા ફોરમમો આદેશ યોગ્ય છે કે ફરિયાદકર્તાને ફ્લેટનું પઝેશન ન આપવામાં આવી શકે.

ફરિયાદકર્તાએ 2001માં આયોગમાં ફરિયાદ કરી હતી. તેમાં તેણે રિફંડ માંગ્યું હતું. 2015માં જ્યારે તેમનો કેસ ફાઈનલ સ્ટેજમાં હતો તો તેમણે ફ્લેટનું પઝેશન આપવાની માંગ કરી હતી પરંતુ તેની માંગ ન માનવામાં આવી.