Rules To Hoist National Flag: 15 ઓગસ્ટ 2022ના રોજ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. સ્વતંત્રતા દિવસને લઈને ચારે બાજુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર સરકાર પણ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સરકારે ‘હર ઘર તિરંગા અભિયાન’ (Har Ghar Tiranga) પણ શરૂ કર્યું છે. આ અંતર્ગત સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ 13 થી 15 ઓગસ્ટની વચ્ચે તેમના ઘરે ત્રિરંગો ફરકાવે. ભારતના રાષ્ટ્રધ્વજને ત્રિરંગો કહેવામાં આવે છે. આજે અમે તમને ત્રિરંગા સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જણાવી રહ્યા છીએ.


હર ઘર તિરંગા અભિયાન શું છે?


તિરંગા અભિયાન દ્વારા સરકાર ભારતમાં દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની યોજના ધરાવે છે. આ માટે સરકારે 20 કરોડ મકાનોનો લક્ષ્યાંક રાખ્યો છે. સરકાર 13 થી 15 ઓગસ્ટ વચ્ચે ભારતના લોકો સાથે આ લક્ષ્યને હાંસલ કરવાની યોજના ધરાવે છે.


આજે દરેક ઘરમાં તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ એક સમય હતો જ્યારે દરેક ઘરમાં તિરંગો લહેરાવી શકાતો ન હતો. આવા ઘણા ફેરફારો થયા જેના પછી સામાન્ય માણસ ઘર, ઓફિસ અને શાળાઓમાં તિરંગો ફરકાવી શકે. 2002માં ફ્લેગ કોડમાં ફેરફાર બાદ સામાન્ય માણસને આ અધિકાર મળ્યો. આજે જ્યારે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની વાત ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિમાં અમે જણાવી રહ્યા છીએ ફ્લેગ કોડની જોગવાઇઓ વિશે.


ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયાના ક્લોઝ 2.1  મુજબ, દરેક વ્યક્તિને જાહેર, ખાનગી અથવા શૈક્ષણિક સંસ્થામાં ત્રિરંગો ફરકાવવાની સ્વતંત્રતા છે. જો કે, તિરંગો લહેરાવતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે 1971ના Prevention Of Insults To National Honour Act હેઠળ કેટલાક નિયમો છે જેને બધાએ ધ્યાનમાં રાખવા જોઈએ.


ત્રિરંગો ફરકાવવાના નિયમો શું છે?


 


> ત્રિરંગો લહેરાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તિરંગાનું સન્માન સર્વોપરી હોવું જોઈએ. ગંદા કે ફાટેલા ધ્વજને ક્યારેય ન ફરકાવો.


> ત્રિરંગો ક્યારેય ઊંધો ન લહેરાવવો જોઈએ. જ્યારે તમે ત્રિરંગો ફરકાવો છો, ત્યારે કેસરી રંગ ટોચ પર દેખાવો જોઈએ.


> ધ્વજ કોઈની સામે ઝૂકાવો જોઇએ નહીં. ઉપરાંત, ત્રિરંગાની આસપાસ અન્ય કોઈ ધ્વજ તેનાથી ઊંચો ન હોવો જોઈએ, ન તો તેની બરાબરી પર હોવો જોઇએ.


> ત્રિરંગાના પોલ પર બીજું કાંઈ ન મૂકવું જોઈએ. આમાં ફૂલોની માળા અને ચિહ્નનો સમાવેશ થાય છે.


> ત્રિરંગો ફરકાવતી વખતે તે જમીન કે પાણીમાં ના હોવો જોઇએ.


> ત્રિરંગાનો ઉપયોગ ડ્રેસ તરીકે ન કરવો જોઈએ. તમે તમારા રૂમાલ, ગાદી અથવા એવી કોઈપણ વસ્તુ પર ત્રિરંગાનો ઉપયોગ કરી શકતા નથી. તિરંગા પર કંઈ પણ લખી શકાતું નથી.