શૂટર શ્રેયસી સિંહે 2018ના રાષ્ટ્રમંડળ રમતમાં દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. ગ્લાસગોમાં થયેલા 2014 રાષ્ટ્રમંડળ રમતમાં નિશાનેબાજીમાં ડબલ ટ્રેપ સ્પર્ધામાં પણ તેણે સિલ્વર મેડલ જીતી દેશનું માન વધાર્યું હતું. ભાજપના મહાસચિવ ભૂપેંદ્ર યાદવે કહ્યું શ્રેયસી સિંહ બિહારની પ્રથમ દિકરી છે, જેણે અર્જુન અવોર્ડ મેળવ્યો. બિહારના લોકોની સેવા કરવા માટે તેણે ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. તે પ્રધાનમંત્રી મોદીથી પ્રભાવિત છે.
બિહારમાં પૂર્વ કેંદ્રીય મંત્રી દિગ્વિજય સિંહના નિધન બાદ તેમના પત્ની પતુલ સિંહ લોકસભા બેઠક પરથી 2010માં પેટા ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. 2014ની ચૂંટણી તેઓ હારી ગયા હતા.
2019માં બાંકા બેઠક જેડીયૂના ખાતામાં જવાના કારણે ભાજપથી નારાજ થઈ પુતુલ સિંહે અપક્ષ ચૂંટણી લડી હતી. જેનાથી પાર્ટીએ પુતુલ સિંહને હટાવ્યા હતા. હવે તેમની દિકરી શ્રેયસી સિંહે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ